• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 16 New Areas Of Ahmedabad Have Been Placed In Micro Containment, Successful Premises In Bopal And 1200 People In Godrej Garden City In Containment Zone

કોરોના બેકાબૂ:અમદાવાદના નવા 16 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા, બોપલના સફલ પરિસર અને ગોદરેજ ગાર્ડન સિટીમાં 1200 લોકો કન્ટેન્મેન્ટ ઝોનમાં

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 324 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં આજે બોપલના સફલ પરિસરના 480 ઘરના 1200 લોકો સહિત 16 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 30ને દૂર કરાતાં હવે શહેરમાં 310 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં બોપલના સફલ પરિસરમાં રહેતા 480 ઘરમાં રહેતા 1200 લોકો તેમજ ચાંદલોડિયાની ગોદરેજ ગાર્ડન સિટીની ટીવોલી સોસાયટીના 360 ઘરના 1200 લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા છે. આ ઉપરાંત મણિનગરની રામક્રિષ્ના સોસાયટી અને ગોતાના સત્યમેવ વિસ્ટા ફ્લેટ્સના અમુક બ્લોકને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂક્યા છે.

શહેરમાં આજે 5725 નવા કેસ નોંધાયા
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,725 નવા કેસ સામે આવ્યા છે અને 2,003 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 26ના મોત થયા છે.

આજે શહેરમાં 26 દર્દીનાં મોત નીપજ્યાં
26 એપ્રિલની સાંજથી 27 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5669 અને જિલ્લામાં 56 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 1930 અને જિલ્લામાં 73 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ શહેરમાં 26ના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 149,709 થયો છે. જ્યારે 90,789 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે મૃત્યુઆંક 2,844 થયો છે.

અન્ય સમાચારો પણ છે...