કોરોના બેકાબૂ:અમદાવાદના બોડકદેવની આખેઆખી ગોયલ ટેરેસ સોસાયટી સહિત 16 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 401 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે. ત્યારે આજે શરદકુંજ શાહપુર બહાઈ સેન્ટર અને રામોલના શ્રીનંદ હાઈટ સહિત 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. જ્યારે 29 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે. તેમાં પણ બોડકદેવની ગોયલ ટેરસ નામની આખેઆખી સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે.

કયા કયા વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા અને ઉમેરાયા
​​​​​​​
શહેરમાં ઈન્દ્રપુરી, મણિનગર, લાંભા, જોધપુર, પાલડી, શાહપુર, નિકોલ, રામોલ, થલતેજ, બોડકદેવ, બોપલના 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે ઈસનપુર, મણિનગર, વાસણા, નવરંગપુરા, રાણીપ, ચાંદખેડા, શાહીબાગ, ઓઢવ, ગોતા, થલતેજ, બોડકદેવ, ગોતા અને ચાંદલોડિયાના 29 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (24 એપ્રિલે)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં 5400થી વધુ નવા કેસ
શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સતત બીજા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધા છે. છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 5,470 નવા કેસ સામે આવ્યા છે અને 1,324 દર્દી સાજા થયા છે. આજે શહેર 22 અને જિલ્લામાં 1 મોત થયું છે. 22 એપ્રિલની સાંજથી 23 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5411 અને જિલ્લામાં 59 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1248 અને જિલ્લામાં 71 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 126,758 થયો છે. જ્યારે 83,661 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,736 થયો છે.

અન્ય સમાચારો પણ છે...