વીડિયો લાઇક કરવાના નામે ઠગાઈ:સો. મીડિયામાં લાઇક્સ કરી રૂપિયા કમાવવાના ચક્કરમાં અમદાવાદના યુવકને 16 લાખનો ધુંબો, 5 આરોપીની ધરપકડ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સાઇબર ક્રાઈમે સોશિયલ મીડિયા મારફતે શોર્ટકટથી રૂપિયા કમાવવાની સ્કીમો દ્વારા ઠગાઈ કરતી ગેંગ ઝડપી. મૂળ રાજસ્થાનની આ ગેંગ વીડિયો લાઈક કરવાના રૂપિયા આપવાના બહાને ઠગાઈ કરતા હતા. સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા આ ગેંગના 5 આરોપીની કરાઈ ધરપકડ છે. આરોપીની વધુ વિગત મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં લાઇક્સ કરવાના નામે ઠગાઈ
રાજકુમાર યાદવ, ફારૂક હુસેન, ઇમરાન મન્સૂરી, વિશાલ દુધેલીયા અને મુકેશ ગોટી નામના આ આરોપીએ સોશિયલ મીડિયામાં લાઇક્સ કરવાના નામે ઠગાઈ કરી છે. આ પાંચે આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર રાજકુમાર યાદવ, ફારૂક અને ઇમરાન રાજસ્થાનમાં અકોલા વિસ્તારમાંથી સોશિયલ મીડિયામાં વીડિયો કે ઈમેજ લાઈક કરવાના બહાને વળતર આપવાનું કહીને છેતરપિંડી કરતા હતા. આ ગેગમાં ગુજરાતના બે આરોપી વિશાલ અને મુકેશની પણ સંડોવણી સામે આવતા તેમની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદના એક વ્યક્તિના 16 લાખની છેતરપિંડી
આ ગેંગની મોડેસ ઓપરેન્ડીંગ વાત કરીએ તો પહેલા whatsapp ઉપર ફ્રિલાન્સ જોબના મેસેજ કરી એક લિંક મોકલી આપતા અને તે લિંક ઓપન કરતાં તેમાંથી એક ટેલિગ્રામની પ્રોફાઈલમાં રૂપિયા કમાવા અંગેની લોભામણી જાહેરાત જોવા મળતી અને ઈચ્છુક વ્યક્તિઓને આ ટોળકી તેના સંલગ્ન ગ્રુપોમાં એડ કરી અલગ અલગ ટાસ્ક લાઈક કરવા સોંપતા હતા અને છેતરપિંડી કરતા હતા. આ પ્રકારે અમદાવાદના એક વ્યક્તિના 16 લાખની છેતરપિંડી કરી છે.

ફરિયાદી બેન્કમાંથી રૂપિયા ઉપાડી શકતા નથી
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, વીડિયો લાઈક કરવા માટે એક એકાઉન્ટમાં જુદા જુદા ચાર્જીસ અને ઓર્થોરાઈઝ કંપનીના જીએસટી પેટે રૂપિયા ભરાવવામાં આવતા હતા. બાદમાં ભોગ બનનાર વ્યક્તિઓ આ ટાસ્કમાં જોડાઈને તેમાંથી વધુ રૂપિયા કમાઈ શકે તેવી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવતા હતા. પરંતુ આ રૂપિયા ફરિયાદી બેન્કમાંથી ઉપાડી શકતા નથી. જેથી આ ઠગાઈનો ભોગ બનનાર અમદાવાદના 4 લોકોએ સાયબર ક્રાઇમનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગેંગને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેન્સના આધારે રાજસ્થાનના અકોલામાં આ પ્રકારે આખું ઓર્ગેનાઇઝ ક્રાઈમ ચલાવવા હોવાનું સામે આવ્યું.

આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
હાલ તો આ પાંચે આરોપીઓની પોલીસે ધરપકડ કરી ગુનામાં વપરાયેલ નવ મોબાઇલ, અલગ અલગ બેન્ક એકાઉન્ટની કીટો તથા એક કાર સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. જો કે, છેલ્લા કેટલાય સમયથી ચાલતા આ છેતરપિંડીના વ્યવસાય સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે અને કેટલા સમયથી આ મોડ્સ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા તે અંગે પૂછપરછ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...