છેલ્લા કેટલાક વખતથી અમદાવાદ એરપોર્ટ પરથી ગો-ફર્સ્ટ અને સ્પાઈસ જેટની મોટાભાગની ફલાઇટો ખરાબ હવામાન નહીં પણ અન્ય કારણોસર મોડી પડી રહી છે, તો ઘણી રદ કરવી પડી છે અને સેંકડો પેસેન્જરને હાલાકી પડી છે. બંને એરલાઈનમાં એરક્રાફ્ટ-કેપ્ટનની અછતથી ફલાઇટો મોડી પડી રહી છે. એરલાઈન્સ ઊંચા ભાડાં વસૂલતી હોવા છતાં કોઈ ઠેકાણા ન હોવાથી ‘શટલ’ સર્વિસ જેવી સુવિધા સામે રોષ છે. છેલ્લા બે દિવસ ફલાઇટો મોડી પડતા મુસાફરો એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ મંગળવારે પણ 3 ઇન્ટરનેશનલ સહિત 19 ફલાઇટોના શિડ્યૂલ ખોરવાયા હતા જેમાં ફલાય દુબઇ એરલાઇનની દુબઇની 1 કલાક એતિહાદની અબુધાબી 1 કલાક, એર ઇન્ડિયાની લંડનની ફલાઇટ 2 કલાક મોડી પડી હતી. સ્પાઇસ જેટની ગોવાની ફલાઇટ રદ કરાઇ હતી. અમદાવાદથી સૌથી વધુ મોડી પડેલી ફલાઇટોમાં ગો ફર્સ્ટ એરલાઇનનો સમાવેશ થાય છે. પૂણે, કોલકાતા, દિલ્હીની 2, મુંબઇની 2 બેંગ્લુરની 2 ફલાઇટ 2-2 કલાક જ્યારે ગોવા અને વારાણસી 3 કલાક, અન્ય દિલ્હી 4 કલાક, મુંબઇની 2 ફલાઇટ અને દિલ્હીની 1 કલાક જ્યારે ઇન્ડિગો પૂણે અને ભોપાલની 1-1 કલાક મોડી પડતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા અન્ય સ્પાઈસ જેટ દિલ્હી 4 કલાક, જયપુર 3 કલાક સુધી મોડી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.