હવામાન:સિઝનમાં પહેલી વખત શહેરમાં 16 ડિગ્રી તાપમાન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીની આસપાસ નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. 14.0 ડિગ્રી સાથે વલસાડમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે સિઝનમાં પહેલીવાર અમદાવાદનું લઘુતમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનથી ઠંડીનો ચમકારો વધ્યો હતો.

આગામી દિવસોમાં ક્રમશ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. નલિયામાં 14.7, ગાંધીનગરમાં 15, મહુવામાં 15.1, વડોદરામાં 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...