તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની સારવાર:શહેરની 100 ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 16 બેડ ખાલી, વેન્ટિલેટર વગરના ICUમાં પણ 31 બેડ ખાલી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરની 100 હોસ્પિટલોમાંથી મોટાભાગની હોસ્પિટલોના 3466 બેડમાંથી 2901 બેડમાં કોવિડના દર્દી સારવાર હેઠળ હોવાથી ખાનગી હોસ્પિટલો દર્દીથી ભરાઇ ગઇ છે, તેમજ વેન્ટિલેટર વિનાના 31 અને વેન્ટિલેટર સાથેનાં આઇસીયુમાં માત્ર 16 બેડ ખાલી છે. આહનાના આંકડા મુજબ, કોરોના કેસ વધતાં કોર્પોરેશન દ્વારા અઠવાડિયામાં વધુ 20 હોસ્પિટલોને કોવિડ કેરની મંજુરી આપી હતી, જેને કારણે હાલ 100 હોસ્પિટલોમાં 3466 બેડની સુવિધા ઉભી થઇ છે.

આ હોસ્પિટલોમાં 2901 બેડમાં કોવીડનાં દર્દી સારવાર લઇ રહ્યાં છે અને માત્ર 565 બેડ ખાલી છે. 3466 બેડમાંથી સૌથી વધુ આઇસોલેશનના 389 બેડ ખાલી છે, જયારે વેન્ટિલેટર સાથેના આઇસીયુમાં માત્ર 16 બેડ ખાલી છે. શહેરની 100 ખાનગી હોસ્પિટલોમાં મોટાભાગના દર્દીે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર હોય તેવા હોવાથી હાલ 2512 દર્દી એચડીયુ, વેન્ટિલેટર વિના અને વેન્ટિલેટર સાથેના આઇસીયુમાં છે. વેન્ટિલેટર વિનાના આઇસીયુમાં 31 અને વેન્ટિલેટર સાથેના આઇસીયુમાં અત્યારે 16 બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...