કોરોના વોરિયર્સ થયા સંક્રમિત:અમદાવાદમાં 159 સરકારી અને 38 ખાનગી ડોક્ટરોને ચેપ લાગ્યો, સૌથી વધુ સિવિલના ડોક્ટર્સ ચેપગ્રસ્ત

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ કેમ્પસના 34 ડોક્ટર કોરોના સંક્રમિત
  • એલજી હોસ્પિટલના 23, એસવીપીના 17, સોલા સિવિલના 5 ડોક્ટરને કોરોના

રાજ્યમાં કોરોનાની સૌથી વિકટ પરિસ્થિતિ અમદાવાદમાં છે. શહેરમાં દરરોજ 200થી વધુ કેસ અને 20થી વધુ મોત નોંધાય રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં સેવા બજાવી રહેલા કોરોના વોરિયર્સ પણ કોરોનાના ચેપથી સંક્રમિત થઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં સરકારી 159 ડોક્ટર અને 38 ખાનગી ડોક્ટર મળીને કુલ 197 ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવી ગયી છે. આ 197 ડોક્ટરમાંથી સૌથી વધુ ડોક્ટર સિવિલ હોસ્પિટલના છે. 

સિવિલ હોસ્પિટલના 75 અને કેમ્પસના 34 ડોક્ટર સંક્રમિત

અમદાવાદ સિવિલ હોસ્પિટલના 75 ડોક્ટર અને સિવિલ કેમ્પસના 34 ડોક્ટર કોરોના સંક્રમિત છે. તેમજ એલજી હોસ્પિટલના 23, એસવીપીના 17, સોલા સિવિલના 5 ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...