તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર સદગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની 154મી પ્રાગટ્ય જ્યંતીની ઉજવણી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની જ્યંતીની સ્મૃતિવન ખાતે ઉજવણી કરાઈ

ભારતવર્ષનો ઇતિહાસ, અનેક સંતોની પુણ્ય કમાણીથી હજારો લોકોનાં જીવન પલટાવ્યાના સુવર્ણ અક્ષરોથી સુશોભિત છે, સમસ્ત ભારતમાં પણ ગુજરાત એક એવી ભૂમિ છે કે અનેક અવતારોનાં પગલાંથી પાવન થયેલી છે. આ ગુજરાતના સાર્વત્રિક વિકાસનું સદ્ભાગ્ય તો ત્યારે જાગ્યું કે જયારે તે સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ બની. શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં પાવન ચરણોથી ગુજરાતની ધરા પાવન થતી રહી. શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિચરણના પ્રતાપે અનેક મુમુક્ષુઓ પાવન થયાં. એમાંનું એક ગામ તે અસલાલી. જે અમદાવાદ મહાનગરથી બાર કિલોમીટર દૂર વસેલું છે. આ અસલાલી ગામમાં સંવત 1882ના ચૈત્ર સુદ બીજ, તારીખ 9/4/1826 ને રવિવારે શ્રીજીમહારાજના પાવન પગલાં પણ થયા હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પને સાકાર કરવા અમથા ભગત અને જીબાબા ગૃહે, પુત્રરૂપે પ્રગટ થયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી, વચનામૃતના આચાર્ય સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા. સંવત 1923ની વૈશાખ વદ ચોથ, તારીખ 22/5/1867 ને બુધવારે પ્રાગટ્ય થયું હતું.

આ ઐતિહાસિક મહાન પર્વના પાવનકારી દિવસ સંવત 2077, વૈશાખ સુદ - 4 , તા. 29/05/2021 ને શનિવારના શુભ દિને, વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિ વન, નારાણપર - કચ્છ શુભ સ્થળે સાંજના 8 કલાકે શ્રી સ્વામિનારાયણ ભગવાન , નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સદ્ગુરુ સંતોએ કર્યું હતું. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા પૂજનીય સંતોએ પૂજન અર્ચન કરી નીરાજન - આરતી ઉતારી અને હરિભક્તોએ પણ આરતી ઉતારવાનો અણમોલો લહાવો લીધો હતો.

સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાએ સંવત ૧૯૪૬માં શ્રી બહેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપી "શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી" એવી શુભ નામ ધારણ કરાવ્યું. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી સ્વયં શ્રીજીસંકલ્પસ્વરૂપ હતા છતાં શિષ્ય તરીકેની અનુકરણીય સમજણ દર્શાવતા સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાની સેવામય પ્રવૃત્ત થયા. ગુરુદેવ પ્રત્યેના અપાર પ્રેમભાવથી પ્રસન્ન રહેતા. તેઓશ્રી પારાવાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી દિનરાત ગુરુદેવની સેવા કરતા. સાચા સેવકનું લક્ષણ છે કે તે માત્ર ભગવાન અને તેમના સત્પુરુષની સેવાને જ ઈચ્છે છે.