તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંજો ઝડપાયો:સાણંદ નજીક ખેતરમાં સંતાડેલો 15 લાખથી વધુની કિંમતનો 154 કિલો ગાંજો મળી આવ્યો, 5 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓ - Divya Bhaskar
ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓ
  • આરોપીઓ પાંચ દિવસ પહેલા ગુજરાતમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા
  • ખેતરમાં સંતાડેલા ગાંજાનું રાતના સમયે રીટેલમાં વેચાણ કરવામાં આવતું

અમદાવાદ ગ્રામ્યની એસ.ઓ.જી શાખા દ્વારા સાણંદ નજીકના ખૂમ મોટા ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ખેતરમાં ટ્યુબવેલ માટે બનાવી રાખેલા ધાબા પર ગાંજો સંતાડી રાખ્યો હતો અને રાતના અંધારામાં રીટેઈલમાં તેનું વેચાણ કરતા હતા. પોલીસ દ્વારા 5 જેટલા આરોપીઓની ધરપકડ આ મામલે કરવામાં આવી છે. જ્યારે ભવરલાલ તૈલી નામનો આરોપી વોન્ટેટ છે.

ખેતરમાંથી 15 લાખથી વધુનો ગાંજો મળ્યો
ઘટનાની વિગતો એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે, અમીત વનરાજસિંહ વાઘેલા તથા રાજસ્થાનવાળા રાજુ બાદરજી માલ્યા તેમજ દિપક સત્યનારાયણ સોમાણીએ રાજસ્થાનથી મોટા જથ્થામાં નશાકારક માદક પદાર્થ ગાંજો લાવી ચેખલા ગામની સીમમાં ખેતરમાં આવેલ ટયુબવેલ માટે બનાવેલ રૂમના ધાબા ઉપર સંતાડી રાખ્યો છે. જે ગાંજો સફેદ કલરની ક્રેટા ગાડીમાં હેરાફેરી કરી રીટેઇલમાં રાત્રી દરમિયાન વેચાણ કરે છે. જે આધારે રેઇડ પાડીને પાંચ આરોપીઓને કુલ 15,45,620ની કિંમતના 154 કિલો 562 ગ્રામ ગાંજા તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી એન.ડી.પી.એસ. એક્ટ કલમ- 8(સી), 20(બી)(2)(સી),29 મુજબ ગુનો સાણંદ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જીની ટીમે જપ્ત કરેલો ગાંજાનો જથ્થો
એસ.ઓ.જીની ટીમે જપ્ત કરેલો ગાંજાનો જથ્થો

આરોપીઓ નફો લઈને આગળ ગાંજો વેચતા
જ્યારે ગુનામાં વોન્ટેડ આરોપી ભવરલાલ તૈલી પાસેથી આરોપી પારસમલ ગુર્જરે પ્રતિ કિલો 4000 રૂપિયામાં ખરીદી આરોપી દિપકભાઇ સોમાણીને પ્રતિ કિલો 5000માં ગાંજો વહોંચ્યો હતો. તથા આરોપી રાજુભાઇ માળીએ પ્રતિ કિલો 6000 રૂપિયા આપી દિપકભાઇ પાસેથી તે લઈને આરોપી અમીતને પ્રતિ કિલો 7000માં વહેંચ્યો હતો. આરોપી અમીત 9000 પ્રતિ કિલોના ભાવથી છુટક વેચાણ કરતો હતો. આરોપી પારસમલ ગુર્જર છેલ્લા છ-સાત મહિનાથી ગાંજાના વેચાણની પવૃત્તિ સાથે સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.

પાંચ દિવસ પહેલા ગુજરાત આવ્યો હતો ગાંજો
આ પકડાયેલ ગાંજાનો જથ્થો આશરે પાંચેક દિવસ પહેલા દિપક સોમાણી, ગોવિંદ જોષી તથા રાજુ માળીની મદદથી ટ્રાન્સપોર્ટના વાહનો મારફતે ગુજરાતમાં લાવ્યા હતા અને ચેખલા ગામે અવાવરૂ ખેતરમાં જથ્થો ઉતારી અમીત વાઘેલાની મદદથી પકડાયેલ ક્રેટા ગાડી મારફત છુટક વેચાણ કરતા હતા. જોકે આ જથ્થો કોને વહેંચવાનો હતો તે બાબતે પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે.