કોરોનાના બે વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે 31 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી એમ ચાર દિવસમાં ફ્લાવર શોમાં 1.51 લાખ અને અટલ બ્રિજ પર 63 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને 67 લાખની આવક થઈ છે. માત્ર ચાર દિવસમાં મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા પહોંચી રહ્યા છે. ત્યારે 12 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં અંદાજે 10 લાખ જેટલા લોકો મુલાકાત લે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે.
ફ્લાવર શોમાં રોજના 25 હજારથી વધુ લોકો મુલાકાતે
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 31મી જાન્યુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોમાં રોજના 25 હજારથી વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. ફ્લાવર શોમાં પ્રવેશની ફી 30 રાખવામાં આવી છે. 31 ડિસેમ્બરે પ્રથમ દિવસે 26,300, 1 જાન્યુઆરીએ 71 હજાર, 2 જાન્યુઆરીએ 28 હજાર અને 3 જાન્યુઆરીએ 26 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ફ્લાવર શોની 30 રૂપિયા ટિકિટ છે. ત્યારે તેનાથી 45 લાખની આવક થઈ છે. જ્યારે અટલ બ્રિજ ઉપર 63 હજાર જેટલા લોકો આવ્યા હતા તેનાથી 22 લાખથી વધુની આવક થઈ છે. ફ્લાવર શોના કારણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને 67 લાખ જેટલી આવક થઈ છે અને લાખોની સંખ્યામાં લોકો હજી પણ ફ્લાવર શોની મુલાકાત લે તેવી પૂરી શક્યતા છે.
પાલનપુર-સામાખ્યાળી વિભાગમાં કામગીરીના કારણે 4 ટ્રેન રદ અને 5 ડાયવર્ટ
અમદાવાદ મંડળના પાલનપુર-સામાખ્યાળી વિભાગના પીપરાલા, લખપત અને આડેસર સ્ટેશનો વચ્ચે ડબલીંગ કામના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સંચાલનના સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો મહેરબાની કરીને www.enquiry.indianrail.gov.in તમે મુલાકાત લઈ શકો છો અને જોઈ શકો છો. કઈ ટ્રેનોને અસર થશે જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેન
ડાયવર્ટ ટ્રેનો
અમદાવાદથી મેંગલુરુ સુધી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય
રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી, 2023 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી મેંગલુરુ સુધી વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન (વન વે) ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 06072 અમદાવાદ-મેંગલુરુ સ્પેશિયલ (વન વે), ટ્રેન નંબર 06072 અમદાવાદ-મેંગલુરુ એક્સપ્રેસ છે. વન-વે સ્પેશિયલ અમદાવાદથી 6 જાન્યુઆરી 2023ના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:30 કલાકે મેંગલુરુ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, ખેડ, ચિપલુણ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમલી, મડગાંવ, કાણકોણ, કારવાર, અંકોલા ગોકર્ણ રોડ, કુમટા, મુર્ડેશ્વર, ભટકલ, મુકમ્બિકારોડ બેદૂર, કુંડાપુરા, ઉડુપી, મુલ્કિત અને સુરતકલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.