મતદાન માટે રજા:15000 ઇન્ડસ્ટ્રી-નાના-મોટાં ગ્રૂપ મતદાન માટે રજા આપશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 2 લાખ કર્મીઓને ‘મતદાન રજા’ માટે પરિપત્ર જારી
  • દિવ્યભાસ્કરે પણ મતદાનના દિવસે કર્મચારીઓ માટે 2 કલાકની રજા જાહેર કરી છે

મતદાન માટે કર્મચારીઓેને 2 કલાકની રજા આપવાના ‘દિવ્ય ભાસ્કર’ના અભિયાન સાથે અમદાવાદની 4 હજારથી વધુ ઇન્ડસ્ટ્રી, કાપડ માર્કેટો સહિત 10 હજાર નાનાંમોટાં ગ્રૂપ, કંપનીઓ જોડાયાં છે. આ કંપનીઓ તેમના 2 લાખથી વધુ કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવા બેથી ચાર કલાક અથવા આખા દિવસની રજા આપશે.

અમદાવાદના નરોડાની 1300 ઇન્ડસ્ટ્રીના 7500 કર્મચારીને વોટિંગ માટે 2 કલાકની રજા આપવાનો પરિપત્ર નરોડા એનવીરો પ્રોજેક્ટ લિમિટેડના પ્રમુખ શૈલેષ પટવારીએ કર્યો છે. જ્યારે વટવા ઇન્ડસ્ટ્રીના પ્રમુખ ડિમ્પલ પટેલે 2200 ઇન્ડસ્ટ્રીને પરિપત્ર કરી તેમના એક લાખથી વધુ કર્મચારીઓને મતદાન માટે 3થી 4 કલાકની રજા આપવા જણાવ્યું છે. સુરતમાં ઘણા ડાયમંડ, એક્સપોર્ટ ગ્રૂપ, કંપનીઓએ તેમના કર્મચારીઓને મતદાન માટે બેથી ત્રણ કલાકની રજા આપી છે, તો રાજકોટમાં 13થી વધુ કંપનીઓએ તેમના કર્મચારીઓને મતદાન માટે પૂરતો સમય લેવાનું કહ્યું છે.

અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી ઉદ્યોગ મંડળ વિવિધ કંપનીને પરિપત્ર કરી કામદારોને મતદાન માટે રજા આપવા જાણ કરશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુભાઈના જણાવ્યા મુજબ, અમે દરેક કંપનીને મેઇલ તેમ જ મેસેજ વડે કામદારોને રજા આપવા અપીલ કરી છે. એસોસિયેશન દ્વારા ટૂંક સમયમાં મેસેજ પણ કરાશે. પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી. એસ. પટેલે જણાવ્યું કે, અમે હાલ આ બાબતે પરિપત્ર તૈયાર કરાવી રહ્યા છે. ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પજવણીના જણાવ્યા અનુસાર, ઝઘડિયા ઉદ્યોગ મંડળના મેમ્બર સભ્ય ઉપરાંત તમામ ઔદ્યોગિક એકમોના દરેક કામદાર મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા કરાશે.

મતદાન એ પણ મહાદાન....

અમદાવાદ | 3 હજારથી વધુ ઉદ્યોગો સામેલ
માર્કેટ ઇન્ડસ્ટ્રી કર્મચારીઓ રજાનો સમય
નરોડા GIDC 1300 7500 2 કલાક
વટવા GIDC 2200 1 લાખ 3થી 4 કલાક
સાણંદGIDC 350 15 હજાર 2 કલાક
કાપડ માર્કેટો 70 10 હજાર માર્કેટ બંધ રહેશે
સુરત | 60 હજારથી વધુ કર્મચારીને છૂટછાટ
માર્કેટ/ગ્રૂપ કર્મચારીઓ રજાનો સમય
કલર ટેક્સ 1500 2થી 3 કલાક
લક્ષ્મીપતિ ગ્રૂપ 10 હજાર ડે શિફ્ટમાં રજા
કિરણ જેમ્સ 50 હજાર રજા
શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ 6 હજાર રજા
ધર્મનંદન ડાયમંડ 4 હજાર રજા
રાજકોટ | અહીં કર્મચારીઓ મતદાન માટે પૂરતો સમય લઈ શકશે
કેપ્ટન પોલી પ્લાસ્ટ એન્ડ ગ્રૂપ 200
વિકાસ સ્ટવ 100
હાઈ બોન્ડ બેરિંગ 70
ઇમ્પિરિયલ ફોર્જિંગ ધી ફ્યુચર 90
ટર્બો બેરિંગ 80
સત્યમ ઇન્ફ્રા. એન્ડ જય દ્વારકાધીશ ટેક્નોકાસ્ટ 150
રાજુ એન્જિનિયરિંગ 700
એસએસ મીઠાઈ પ્રા. લિ. 150
પેલિકન રોટો ફ્લેક્સ પ્રા. લિ. એન્ડ પેલિકન ગ્રૂપ 100
પેલિગન પોલિમર્સ 100
ઓલમ્પિક પ્લાસ્ટિક 50
ઓમ ઇરિગેશન 100
બાલાજી વેફર પ્રા. લિ. 5 હજાર

અન્ય સમાચારો પણ છે...