ટેક્સ રિકવરી:GST ટ્રિબ્યુનલમાં કેસ નહીં ચાલતાં 15 હજારનો ભરાવો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અપીલમાં જવા ટેક્સ ડિમાન્ડના 20% ભરવા પડે છે

જીએસટી અમલમાં આવ્યો ત્યારથી ટ્રિબ્યુનલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી અપીલના અંદાજે 10થી 15 હજાર કેસ અટવાઈ ગયા છે. આ ભરાવાને લીધે કરોડોના વ્યવહારોને અસર થઈ છે. વેપારીએ જીએસટી વિભાગે આપેલી નોટિસમાં દર્શાવેલી ટેક્સ રિકવરી સામે અપીલમાં જવું હોય તો 20 ટકા રકમ ભરવી પડે છે.

હાલ નંબર સિવાયના તમામ કેસનું હિયરિંગ અટકી ગયું છે. 10 હજારના રિફંડથી લઇને કરોડોની ટેક્સ ચોરીના કેસો અપીલમાં ચાલતા હોય છે. અપીલમાં સામાન્ય રીતે નવા નંબરની રદ થયેલી અરજીના, અટકી ગયેલાં રિફંડના, સ્ક્રૂટિનીમાં વધારે પડતા એડિશનના, મોબાઇલ ચેકિંગ દરમિયાન પકડાયેલા વાહન છોડવવાના કેસ ચાલતા હોય છે.

નિકાલ કરતાં ઘણા વધારે કેસ આવે છે
અમદાવાદ ટ્રિબ્યુનલ્સમાં કેસનો નિકાલ થાય તેના કરતા મોટી સંખ્યામાં કેસ આવતા હોવાથી ભરાવો થયો છે. અપીલના ચુકાદા સામે પણ અપીલ ફાઈલ થતી હોય છે. > હિરેન વકીલ, પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...