બેન્ક હડતાળ:અમદાવાદમાં 15 હજાર કરોડના વ્યવહાર ખોરવાયા, ખાનગીકરણના વિરોધમાં આજે પણ હડતાળ ચાલુ રહેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરોધ કરતા આંદોલનકારીઓની તસવીર - Divya Bhaskar
વિરોધ કરતા આંદોલનકારીઓની તસવીર
  • બેન્ક કર્મચારીઓએ ‘બેન્ક બચાવો, દેશ બચાવો’ પ્લેકાર્ડ ફરકાવી વિરોધ કર્યો, રાજ્યની 4900 શાખા બંધ રહી

બેન્કના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓએ બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરી છે. ગુરુવારે પહેલા દિવસે બેન્ક કર્મચારીઓએ જેપી ચોક ખાનપુરથી રેલી કાઢી હતી. ગુજરાતમાં કુલ 70 હજાર બેન્ક કર્મચારી હડતાળ પર જતાં 15 હજાર કરોડના વ્યવહારો ખોરવાયા હતા.

યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) એ આ બેન્ક માટે હાકલ કરી છે. આ બે દિવસીય હડતાલ જાહેર ક્ષેત્રની બેન્કના ખાનગીકરણના વિરોધમાં છે. ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ સંગઠને કહ્યું કે, સરકાર જાહેર ક્ષેત્રની બેન્કનું સતત ખાનગીકરણ કરી રહી છે. અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. જો સરકાર નિર્ણય નહીં બદલે તો આંદોલન ચાલુ રહેશે.

શુક્રવારે પણ બેન્ક હડતાળ ચાલુ રહેશે. ગુજરાતમાં ગુરુવારે કુલ 4900 બેન્ક શાખાઓ બંધ રહી હતી. મહાગુજરાત બેન્ક એમ્પલોયઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં જેપી ચોક, ખાનપુરથી રેલી નીકળી હતી. જેમાં લગભગ 3500 કર્મચારીઓએ ભાગ લીધો હતો. વલ્લભ સદન, આશ્રમ રોડ પાસે આગેવાનોએ રેલીને સંબોધી હતી. અગાઉ પણ બેન્ક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધ સહિત અન્ય પડતર માગણીઓ ન સંતોષાતા હડતાળ પાડી હતી. બેન્ક યુનિયનોએ તેમનું આંદોલન ચાલુ રાખવા ચેતવણી આપી છે.

મોટાભાગનાં શહેરોમાં દેખાવો
અમદાવાદ ઉપરાંત સુરત, પાલનપુર, ભરૂચ, વલસાડ, રાજકોટ, જામનગર અને અન્ય નાના કેન્દ્રો ખાતે કર્મચારીઓએ દેખાવો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...