તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નફો:15 હજાર કરોડ નિકાસ સબસિડીથી રાજ્યના ફાર્મા-કેમિકલ ક્ષેત્રને લાભ, ઓનલાઈન એપ્લિકેશન કરીને સબસિડી મેળવી શકાશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લૉકડાઉનને કારણે એપ્રિલથી સબસિડી બંધ કરાઈ હતી

કેન્દ્ર સરકારે નિકાસકારો માટે 15 હજાર કરોડની સબસિડી આપવાનો નિર્ણય લેતા રાજ્યના નિકાસકારોને મોટો ફાયદો થશે. એપ્રિલથી નિકાસકારોને અાપવામાં આવતી સબસિડી ફંડ ન હોવાના કારણે બંધ કરાઈ હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે સબસિડીની જાહેરાત કરતા હવે રાજ્યની નિકાસમાં વધારો થશે. નિકાસકારોને નિકાસ પર 2થી 3.5 ટકા સબસિડી આપવામાં આવે છે. નિકાસકારોને કોઇ પણ વસ્તુની નિકાસ કરે ત્યારે માલસામાનના વર્ગીકરણ પ્રમાણે કેન્દ્ર સરકાર નિકાસની રકમ ઉપર મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ 2થી 3.5 ટકા આપે છે. નાણા મંત્રાલયે કોમર્સ મંત્રાલયને આ ફંડ આપવાની ના પાડતા આ સ્કીમ 1 એપ્રિલથી બંધ કરાઈ હતી. જો કે, હવે નાણા મંત્રાલયે 1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધી થનાર નિકાસ ઉપર રૂ. 15 હજાર કરોડની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.

1એપ્રિલ 2020થી કરવામાં આવેલી નિકાસ ઉપર મળતી સબસિડી ઓનલાઇન એપ્લિકેશન કરીને મેળવી શકાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્મસના એક અંદાજ પ્રમાણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 16 હજાર કરોડની સબસિડી આપવાની થશે. જેની સામે કેન્દ્રે રૂ. 15,555 કરોડ ફાળવતા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા નિકાસકારોને પૂરતી સબસીડીના નાણાં છૂટા થતા માર્કેટમાં લિક્વિડીને વેગ મળશે. આમ રાજ્યના ફાર્મા, ટેક્સટાઇલ, કેમિકલ સહિતના નિકાસકારોને મોટો ફાયદો થશે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પર્ધા કરી શકાશે
ગત તા. 1 એપ્રિલથી ઓનલાઇન એમઇઆઇએસ એપ્લિકેશન લેવામાં આવતી ન હોતી. પરંતુ હવે આ સબસિડી આવતા સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં શરૂ કરાશે. જેનાથી રાજ્યના નિકાસકારોને મોટી રાહત સાથે તેઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં હરિફાઇ કરી શકશે. > આશિષ ખંધાર, સીએ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો