ઉત્તરાયણ માટે 108 ઈમરજન્સી તૈયાર:બે દિવસમાં દોરીથી ગળામાં ઇજા અને રોડ અકસ્માતના 150થી 200 ટકા કેસો વધવાની સંભાવના

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણના તહેવાર દરમિયાન દોરીથી ઈજા, નીચે પડવાના અને રોડ અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે. જેને લઇ અને 108 ઈમરજન્સી સેવા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ઉતરાયણના બે દિવસના તહેવાર દરમિયાન 108 ઈમરજન્સી સેવામાં વધારો થતો હોવાથી ડોક્ટરો અને એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં પક્ષીઓ અને પ્રાણીઓ માટેના કોલ્સ પણ વધુ મળતા હોવાથી તે એમ્બ્યુલન્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 108-ઇમર્જન્સી મેનેજમેન્ટ સર્વિસિસ (EMS)ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 108 ઇમરજન્સી અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસનું સંચાલન કરતા ઇમરજન્સી મેનેજમેન્ટ કેન્દ્રોમાં તહેવાર દરમિયાન રોડ અકસ્માત અને દોરીથી ઈજા, નીચે પડવાના બનાવોમાં 100થી 150 ટકા કેસોમાં વધારો થાય છે.

ઉત્તરાયણમા બે દિવસ ગળામાં ઈજાના કેસ વધારે નોંધાય છે
ઉત્તરાયણના તહેવારો દરમિયાન વાહનોની વધુ ઝડપ અને ઉતાવળને કારણે માર્ગ અકસ્માતો અને દોરો કાપવાના બનાવો વધુ હોય છે. ઉત્તરાયણમાં ધાબા પર પતંગ ચગાવતા કેટલાક બેદરકારીના કારણે લોકો વચ્ચે ઝઘડાને કારણે નીચે પડી જવાના અને શારીરિક હુમલાના બનાવોમાં વધારો થાય છે. 108-EMSમાં અકસ્માત, ગળામાં દોરી વાગવાના ઇજાના કેસોની જાણ કરવામાં આવે છે અને દર વર્ષે સરેરાશ 150થી 200 ગળામાં દોરી વાગવાના ઈમરજન્સી કેસો આવે છે અને આ ઉત્તરાયણમાં પણ આટલા જ કેસોમાં વધારો થાય તેવી શક્યતા છે. ગળાથી દોરીમાં ઈજાની સૌથી વધુ ઘટના અમદાવાદમાં નોંધાઈ છે.

2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ પર જોડાશે
આવા ઈમરજન્સી કેસોમાં વધારા માટે ભૂતકાળના ડેટા અને વિશ્લેષણના આધારે એક પ્લાન તૈયાર કર્યો છે. 108-EMS ગુજરાતમાં 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ સાથે પ્રશિક્ષિત EMTs (ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન) અને પાઇલોટ્સ છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ ગુજરાતમાં 37 એમ્બ્યુલન્સ છે. જે મોટાભાગે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના શહેર વિસ્તારમાં રખડતા પ્રાણીઓની સારવાર કરે છે, 1962-KAAમાં કટોકટીના વધારાને પહોંચી વળવા માટે અમે કરૂણા અભિયાન દરમિયાન 55 એમ્બ્યુલન્સનો વધારાનો કાફલો ઉમેરી રહ્યા છીએ.

ઝઘડાના બનાવમાં પણ ઈજાના બનાવ બનતા હોય છે
11 જાન્યુ’23થી 20મી જાન્યુ.23 સુધી આવા ઇમરજન્સી કૉલ્સમાં હાજરી આપવા માટે કોલસેન્ટરમાં વધારાના ઇમરજન્સી રિસ્પોન્સ અધિકારીઓ અને ડૉક્ટરો સાથેની ટીમ તહેનાત કરાઈ છે. લોકો વચ્ચે ઝઘડાને કારણે નીચે પડી જવાના અને શારીરિક હુમલાના બનાવોમાં વધારો થાય છે. 108-EMS નાગરિકોને વાહનો ચલાવતી વખતે અને ધાબા પર પતંગ ચગાવતા જાગ્રત રહેવાની વિનંતી કરે છે.

નાગરિકોએ શું કરવું અને શું ન કરવું જોઈએ

Do's

ઓમીક્રોન BF 7 ના તાજેતરના પ્રકારના સંદર્ભમાં, ગુજરાત સરકાર દ્વારા પ્રસારિત કરાયેલ COVID-19 માર્ગદર્શિકાનું પાલન કરો, સામાજિક અંતર જાળવી રાખો અને માસ્ક પહેરો

ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરો

બાળકોએ પુખ્ત વયની દેખરેખ હેઠળ પતંગ ઉડાડવી

જો કોઈને કોઈ મોટી ઈજા થાય તો 108 ડાયલ કરો.

ધાબા પર પ્રાથમિક સારવાર કીટ રાખો

Dont's

કોઈપણ બિલ્ડિંગની લપસણો, અસમાન, નબળી, કિનારી સપાટી પર ઊભા રહેવાથી બચો.

જમીન પર કૂદવાની પ્રેક્ટિસ કરશો નહીં.

રસ્તા પર પતંગ પકડવાનો પ્રયાસ કરશો નહીં.

પાવર લાઈનો, રસ્તાઓ, ઈલેક્ટ્રીક તોફાન વગેરેની નજીક પતંગ ઉડાડશો નહીં.

ટેરેસના પ્લિન્થ પર ચઢશો નહીં.

પતંગો માટે ઇલેક્ટ્રિક પોલ પર પહોંચવાનો પ્રયાસ કરશો નહીં.

અન્ય સમાચારો પણ છે...