કોરોના વેક્સિન સરવે:રસી નહીં લેનારાના ઘર બહાર ચોકડીની નિશાની મારવાનું શરૂ, 10 દિવસમાં 150 ટીમે 30 હજારથી વધુ ઘરનો સરવે કર્યો

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હવે ઘરેઘરે જઈ સરવે શરૂ કર્યો છે. હેલ્થ વર્કર્સની ટીમ દ્વારા જેમણે મુદત પૂરી થવા છતાં હજુ રસી લીધી નથી તેમને ટ્રેસ કરી નજીકના રસી કેન્દ્ર પર મોકલી રસી અપાવી રહ્યાં છે. જે લોકોએ હજુ સુધી રસી નથી લીધી તેમના ઘર બહાર ‘ચોકડી’ અને જેમણે રસી લીધી છે તેમના ઘરે ‘પી’ની નિશાની કરી રહ્યા છે.

છેલ્લા 10 દિવસમાં 30 હજાર ઘરોનો સરવે થઈ ચૂક્યો છે જેમાં 300થી વધુ લોકોએ બીજી રસી લેવા માટેની મુદત પુરી થઈ હોવા છતા રસી લીધી નહોતી. આરોગ્ય અધિકારી ડૉ. ભાવીન સોલંકીએ કહ્યું કે, 100 ટકા રસીકરણ માટે આશા વર્કર્સ અને પેરામેડિકલ સ્ટાફની 150 જેટલી ટીમ દરરોજ શહેરના જુદાજુદા વિસ્તારોમાં વિઝિટ કરી રહી છે.

9 કેસ, 23 હજારને રસી
શહેરમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. સોમવારે 23 હજારથી વધુને રસી આપવામાં આવી હતી. સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 7 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...