તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવેક્સિનની ટ્રાયલ:કોરોનાની વેક્સિન માટે વોલન્ટિયર બનવા રોજ 150 લોકો ફોન કરે છે, અત્યાર સુધી હેલ્થ વર્કર્સ સહિત 100થી વધુએ રસી મુકાવી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોલા સિવિલમાં ‘કોવેક્સિન’ટ્રાયલ રૂમ. - Divya Bhaskar
સોલા સિવિલમાં ‘કોવેક્સિન’ટ્રાયલ રૂમ.
 • ટ્રાયલ વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સોલા સિવિલની કમિટીએ વધુ 3 રૂમ અને બે બેડની વ્યવસ્થા કરી

સોલા સિવિલમાં એક અઠવાડિયામાં હોસ્પિટલના હેલ્થ કેર વર્કર સહિત 100થી વધુ વોલન્ટિયર્સે કોવિડ માટેની ટ્રાયલ વેક્સિન ‘કોવેક્સિન’લીધી હતી. તેમજ વેક્સિન લેવા માટે દરરોજ 150થી વધુ પૂછપરછ થતી હોવાથી એકસાથે 70 વોલન્ટિયર્સનું કાઉન્સિલિંગ અને બે વોલન્ટિયર્સને એક સાથે વેક્સિન આપી વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વેક્સિન કમિટી દ્વારા વધુ 3 રૂમ અને બેડની વ્યવસ્થા કરાઇ છે.

ટ્રાયલ વેક્સિન કમિટીના પ્રિન્સિપલ ઇનવેસ્ટીગેટર ડો.પારુલ ભટ્ટ જણાવે છે કે, વેક્સિન લેવા માટે લોકો પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યાં છે. ગત ગુરુવારથી લઇને એક અઠવાડિયામાં હોસ્પિટલના 25 હેલ્થ કેર વર્કર મળીને 100 વોલન્ટિયર્સે વેક્સિન લીધી છે, જેમાંથી એકપણ વોલન્ટિયર્સને આડઅસર થઇ નથી. હાલમાં દરરોજ 150થી વધુ લોકો વેક્સિનની માહિતી માટે હોસ્પિટલમાં આવીને તેમજ ફોન પર પૂછપરછ કરે છે.

સતત વધતાં જતાં વોલન્ટિયર્સની સંખ્યાને ધ્યાનમાં રાખીને એક સાથે વધુ લોકોનું કાઉન્સિલિંગ થઇ શકે તે માટે 3 રૂમ સહિત એક સાથે બે વોલન્ટિયર્સને વેક્સિન મૂકી શકાય તેવી વ્યવસ્થા કરી છે. વેક્સિન લેવા ઇચ્છતાં લોકો સંપૂર્ણ માહિતી મોબાઇલ નંબર 91045 53267 પરથી મેળવી શકે છે. મારી અપીલ છે કે, હજુ વધુ સંખ્યામાં લોકો ટ્રાયલ વેક્સિન માટે આગળ આવે, જેથી ઝડપથી 1 હજાર વેક્સિનનો ટાર્ગેટ પૂરો થઇ શકે.

એકસાથે 70નું કાઉન્સેલિંગ અને બેને રસી મૂકી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
હોસ્પિટલના ટ્રાયલ વેક્સિન વિભાગમાં પહેલાં ટ્રાયલ વેક્સિન માટે 3 રૂમ ફાળવાયા હતા. જેમાં એક સાથે 10થી 15 લોકોનું કાઉન્સિલિંગ અને એક જ વોલન્ટિયરને વેક્સિન અપાતી હતી. પરંતુ, વોલન્ટિયર્સની સંખ્યામાં વધારો થતાં વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી કરવા હવે વધુ 3 રૂમ અને એક સાથે બે વોલન્ટિયર્સને વેક્સિન આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.

25થી વધુ હેલ્થ વર્કરે રસી લીધી
ગત ગુરુવારથી લઇને આ ગુરુવાર સુધીમાં સોલા સિવિલમા 100થી વધુ વોલન્ટિયર્સે વેક્સિન લીધી છે, જેમાં 25થી વધુ હોસ્પિટલના હેલ્થકેર વર્કર છે, હોસ્પિટલના અન્ય હેલ્થકેર વર્કરની સાથે લોકો મોટી સંખ્યામાં વેક્સિનેશન માટે જોડાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો