પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા:અબુધાબી જતી ફ્લાઈટના 150 પેસેન્જરે 7 કલાક બેસી રહેવું પડ્યું

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબુધાબીથી ફ્લાઈટ સાડા ચાર કલાક મોડી આવતાં હોબાળો
  • કનેક્ટિંગ ફ્લાઈટ પકડનારા પેસેન્જરો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદથી અબુધાબી જતી એર અરેબિયાની ફલાઈટ સાડા ચાર કલાક મોડી પડતા 150થી વધુ પેસેન્જર અટવાયા હતા. આ ફલાઈટમાં ઘણા કનેક્ટિંગ પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા. એર અરેબિયાની 7.10 વાગ્યાની ફ્લાઈટ માટે પેસેન્જરો સાંજે 5 વાગ્યે એરપોર્ટ પહોંચી ગયા હતા.

સિક્યુરિટી ક્લિયરન્સ પછી પણ ફ્લાઈટ આવી ન હતી. પેસેન્જરોએ વારંવાર પૂછવા છતાં ગ્રાઉન્ડ સ્ટાફે થોડી વારમાં ફ્લાઈટ આવશે કહી વાત ટાળી હતી. જો કે, મોડી એનાઉન્સમેન્ટથી પેસેન્જરો રોષે ભરાયા હતા. વિલંબને લીધે ફલાઇટની રાહ જોઇને સિક્યોરિટી હોલ્ટ એરિયામાં બેઠેલા પેસેન્જર ફલાઇટ ન આવતા અકળાયા હતા. ફલાઈટ ક્યારે આવશે તેમ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓને વારંવાર પૃચ્છા કરતા હતા પણ થોડીવારમાં ફલાઇટ આવશે એમ કરીને મોડી કરતા રહ્યા. હોબાળો ન મચે માટે ફલાઇટ અબુુધાબીથી મોડી આવવાની હોવાનું એનાઉન્સમેન્ટ કરાયું હતું. અબુધાબીથી આ ફલાઇટ રાતે 11.40 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી, આમ સાંજે 5 વાગ્યે આવેલા પેસેન્જરોએ 7 કલાક એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...