બજેટમાં જાહેરાત:આંતરજ્ઞાતિય લગ્નમાં 1.50 લાખનો વધારો, હવે 2.50 લાખ સહાય મળશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતમાં 5 વર્ષમાં 3500થી વધુ યુગલને સહાય
  • દેશમાં છેલ્લાં 3 વર્ષમાં 63 હજાર આંતરજ્ઞાતિય લગ્ન, ગુજરાત 9મા ક્રમે

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ડૉ. સવિતાબાઇ આંબેડકર લગ્ન સહાય યોજનામાં રૂપિયા 1.50 લાખનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રૂપિયા એક લાખની સહાય આપવામાં આવી હતી જેમાં વધારો કરીને હવે સહાયની રકમ 2.50 લાખ કરવામાં આવી છે. આ માટે બજેટમાં 15 કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યમાં છેલ્લાં 5 વર્ષમાં 3582 યુગલ આંતરજ્ઞાતિય લગ્નથી જોડાયાં. આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતીઓને સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

આ સહાય માટે છેલ્લાં 5 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 34 કરોડની સહાય પણ આપવામાં આવી હતી. દેશમાં છેલ્લાં 3 વર્ષમાં 63 હજાર આંતરજ્ઞાતિય લગ્ન થયાં છે. સૌથી વધારે કર્ણાટકમાં 15803 લગ્ન જ્યારે મહારાષ્ટ્રમાં 11030 લગ્ન થયાં છે. ગુજરાત આ બાબતે 9મા ક્રમે છે. 1974માં અમલમાં મુકાયેલી ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્નમાં સહાય અપાય છે. આ યોજનાનો હેતું અસ્પૃશ્યતા નિવારણનો છે. યોજના હેઠળ રૂ. ૫૦,૦૦૦ પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો અને રૂ.૫૦,૦૦૦ ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવે છે.

કોને મળે આ યોજનાનો લાભ?
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક અનુસૂચિત જાતિના અને ગુજરાતના મૂળ વતની હોય.લગ્નની નોંધણી બાદ બે વર્ષની અંદર સહાયની અરજી કરવાની હોય છે. લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાતમાં 5 વર્ષથી વસવાટ કરતા હોય. ૩૫ વર્ષની ઉંમર સુધીના વિધૂર- વિધવા કે જે ને બાળકો ન હોય તે જો પુન:લગ્ન કરે તો સહાય મેળવી શકે. લગ્ન કર્યા પછી આ વ્યક્તિએ ગુજરાતમાં વસવાટ કરવાનો રહેશે. કોઇ આવક મર્યાદા નથી.

રાજ્યમાં 5 વર્ષમાં 3582 લગ્ન

વર્ષલગ્નોકેન્દ્ની ગ્રાન્ટ
2016-176672.50 કરોડ
2017-185582.50 કરોડ
2018-1971110 કરોડ
2019-208468.75 કરોડ
2020-2180010 કરોડ

(સ્રોત - સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ભારત સરકાર)

3 વર્ષમાં કેન્દ્રની ગ્રાન્ટ 63074 કરોડ

વર્ષલગ્નોકેન્દ્ની ગ્રાન્ટ
2018-1921167120.02 કરોડ
2019-2023355167.78 કરોડ
2020-2118552185.21 કરોડ
3 વર્ષમાં63074473.01 કરોડ

​​​​​​​(સ્રોત - સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ભારત સરકાર)

આંતરજ્ઞાતિય લગ્નમાં કર્ણાટક સૌથી આગળ

કર્ણાટક15803
મહારાષ્ટ્ર11030
ઓડિશા6412
કેરાલા4726
​​​​​​​તમિલનાડુ4160

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...