તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધામ પર દરોડો:દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મનપસંદ ક્લબમાં રેડ, જુગાર રમતાં 150 જુગારીઓ ઝડપાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર રમતાં શખસોને રંગેહાથ ઝડપ્યા - Divya Bhaskar
સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર રમતાં શખસોને રંગેહાથ ઝડપ્યા
  • SMCના DySP જ્યોતિબેન પટેલે ટીમ સાથે રાખીને દરોડા પાડ્યા

અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ ક્લબમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના અધિકારીએ રેડ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જીમખાનામાં જુગાર રમાતો હોવાની શંકાએ રેડ થઈ છે. જેમાં અંદાજે 150 જેટલા લોકો હોવાની વિગતો SMCના સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે પકડાયેલા લોકો પાસે મુદ્દામાલ ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે
મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે

તમામની અટકાયત કરાઈ
શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના DySP જ્યોતિબેન પટેલે પોતાની ટીમ સાથે રાખીને દરોડા પાડ્યા હતા. SMCની ટીમે 7થી વધુ બિલ્ડિંગમાં રેડ કરીને અંદાજે 150 જેટલા જુગાર રમતાં શખસોને ઝડપી પાડ્યા હતા. તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તમામ જુગારીઓની અટકાયત કરી છે
પોલીસે તમામ જુગારીઓની અટકાયત કરી છે

પોલીસ કમિશનર ઓફિસથી એક કિમી દૂર જુગારધામ ઝડપાયું હતું
4 મહિના અગાઉ શાહીબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર ઓફિસની પાછળ એક કિલોમીટર દૂર દરિયાખાન ઘુમ્મટ અને જહાંગીર વકીલ મિલની ચાલીમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરલી મટકાના સટ્ટાનું મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતું. દાઉદના જુગારધામ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 18 જુગારીઓ અને દાઉદના માણસોની ધરપકડ કરી હતી. જ્યારે કેટલાક નાસી જવામાં સફળ રહ્યાં હતાં. ત્યારે પોલીસે રોકડ 1.16 લાખ, 14 મોબાઈલ, 4 વાહન સહિત રૂ. 2.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારઘામ પર દરોડા પાડ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારઘામ પર દરોડા પાડ્યા

ઓફિસ ભાડે રાખીને જુગાર રમાડાતો હતો
9 મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેડિયમ રોડ પર નવનિધી કોમ્પલેક્ષમાં ઉષા કોર્પોરેશન એન્ડ પટેલ ટ્રેડર્સ શોપ નામની દુકાનમાં જુગારધામ ઝડપ્યું હતું. સેલની ટીમે દુકાનમાં રેડ કરી 9 જુગારીઓની ધરપકડ કરી હતી. આરોપી આહુજા કોમ્પ્લેક્સમાં રોજના રૂ. 2000 લેખે 15 દિવસથી દુકાન ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો.

SMCના દરોડામાં તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
SMCના દરોડામાં તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.