તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 150 Days Later, The Number Of Corona Cases In Ahmedabad Again Crossed 300, The Government Says, Despite Having Enough Beds In Hospitals, 75 Patients Were Sent To Karamsad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધતું સંક્રમણ:150 દિવસ બાદ અમદાવાદમાં ફરી કોરોનાના કેસનો આંકડો 300ને પાર, સરકાર કહે છે, હોસ્પિટલોમાં પૂરતા બેડ છે છતાં 75 દર્દીને કરમસદ મોકલાયા

અમદાવાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર.
 • ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટાના બેડ માટેની વ્યવસ્થા બદલાઈ, હવે 108 નક્કી કરે તે હોસ્પિટલમાં જ દર્દીએ દાખલ થવું પડશે

શહેરમાં 150 દિવસ પછી ફરીથી કોરોનાના કેસનો આંકડો 300ને પાર થયો છે. 22 જૂને 314 કેસ નોંધાયા હતા. જે પછી શુક્રવારે 305 કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીના મૃત્યુ થયા છે.

ખાનગી હોસ્પિટલોમાં માત્ર 10 ટકા બેડ ખાલી છે. સરકારનું કહેવું છે કે, અમદાવાદની હોસ્પિટલોમાં પૂરતા બેડ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, અમદાવાદના 75 દર્દીને 108 દ્વારા કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયા છે. હવે મ્યુનિ. ક્વોટા હેઠળ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દી માટેની નવી વ્યવસ્થા મુજબ દર્દીએ 108ને ફોન કરવો પડશે અને 108 દ્વારા જે હોસ્પિટલમાં દર્દીને દાખલ થવાનું કહે ત્યાં દાખલ થવું પડશે. આથી પસંદગીની હોસ્પિટલ નહીં મળી શકે. શુક્રવારે આ વ્યવસ્થા લાગુ થતાં સંખ્યાબંધ દર્દીને પસંદગીની હોસ્પિટલ ન મળતાં ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી. જ્યારે સંખ્યાબંધ લોકોએ કરમસદ જવાનો વિકલ્પ પણ ફગાવતાં તેમણે પણ ખાનગી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. સિવિલમાં સરકારે 60 જેટલા આઈસીયુ બેડ વધારવાની જાહેરાત કરી છે.

મ્યુનિ.એ MoU કરેલી 76માંથી 30 હોસ્પિટલમાં 261 બેડ જ ખાલી છે

હોસ્પિટલોના નામખાલી
એસએમએસ હોસ્પિટલ36
કોઠીયા હોસ્પિટલ, નિકોલ8
NIMS હોસ્પિટલ1
કિડની હેલ્થ1
કેર પ્લસ હોસ્પિટલ8
ટર્નિંગ પોઇન્ટ હેરિડે સે4
માનસરોવર હોસ્પિટલ4
અંશ હોસ્પિટલ2
લાઇફલાઇન ગ્રુપ ઓફ હોસ્પિટલ17
કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ4
તપન હોસ્પિટલ, રખિયાલ5
સનરાઇઝ હોસ્પિટલ2
શેલબી હોસ્પિટલ, નિકોલ30
સ્પંદન હોસ્પિટલ, વસ્ત્રાલ1
રાબાડિયા મલ્ટિ સ્પે. નિકોલ4
કાનબા હોસ્પિટલ, વિરાટનગર3
હેલ્થવન હોસ્પિટલ1
શિવાલિક મલ્ટિ સ્પેશિયાલિટી18
શિફા હોસ્પિટલ, જમાલપુર6
જનકલ્યાણ હોસ્પિટલ2
લિટિલ ફ્લાવર સુપર સ્પે.4
નારોલ ICU3
શક્તિ હોસ્પિટલ12
રાજસ્થાન હોસ્પિટલ, શાહીબાગ4
ચંદ્રમણી હોસ્પિટલ3
બોપલ ICU-ટ્રોમા સેન્ટર, આંબલી1
શાલિન હોસ્પિટલ2
લાઇફલાઇન મલ્ટિ સ્પે., ચાંદલોડિયા2
ઇકરા હોસ્પિટલ (અમેના ખાતુન મલ્ટિ સ્પે.હોસ્પિ.)33
ક્રિષ્ના શેલબી40

આ 17 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં

કેસની સમીક્ષા બાદ મ્યુનિ.એ વધુ 17 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા છે. જ્યારે 6 વિસ્તારને મુક્ત કર્યા છે.

 • આનંદ વિહાર સોસા. બહેરામપુરા
 • મધ્યમ વર્ગ સોસા. શાહવાડી, નારોલ
 • જુના લાલભાઇ સેન્ટર, ખોખરા
 • સિદ્ધિ વિનાયક પાર્ક-ડી, ખોખરા
 • બંસીધર -2, એપાર્ટ, ખોખરા
 • જય અંબે સોસા., કુબેરનગર
 • કનક કલા-1, જોધપુર
 • ઓર્કિડ માય ફેર, મકરબા
 • સફલ પરિસર 1, સાઉથ બોપલ
 • આરોહી હોમ્સ, સાઉથ બોપલ
 • આરોહી રેસિડન્સી, સાઉથ બોપલ
 • કમલા એપાર્ટ, આંબાવાડી, પાલડી
 • નવકાર ફ્લેટ, વાસણા
 • જયરાજ ફ્લેટ, વિરાટનગર
 • શાયોના ઓર્કિડ બંગલોઝ, નિકોલ
 • અબજીબાપા લેકવ્યુ, વસ્ત્રાલ
 • સી બ્લોક, સેન્ચુરી ટાવર, બોડકદેવ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો