અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:ઈસનપુરની 15 વર્ષની સગીરાને 3 દિવસ સુરતમાં ગોંધી રાખી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું, સરકારી ભરતી કરી આપવાનું કહી પૈસા પડાવતી ગેંગના 3 શખસો ઝડપાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોલીસે યુવકની ધરપકડ કરી પોક્સો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધાયો
  • વૃદ્ધાશ્રમમાંથી પિસ્ટલ અને બંદૂક સહિત સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા

ઈસનપુરમાં રહેતી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને સુરતમાં ત્રણ દિવસ ગોંધી રાખી હતી. યુવકના ફોઈના દીકરાનો ફોન આવતા જ યુવક સગીરાને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં આવ્યો હતો. આમ સગીરા હોવા છતાં પોલીસ તેને શોધી શકી નહીં. પરંતુ નરોડા વિસ્તારમાં સગીરા અને તેનો પ્રેમી આવતા તેના પરિવારે જ પકડી પાડ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે પોક્સો, અપહરણના ગુનામાં આખરે યુવકની ધરપકડ કરી હતી. રૂપિયા લઇને સરકારી ભરતી કરાવી આપવાના દાવા કરતી ગેંગના ત્રણ સુત્રોધારોને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ઝડપી લીધા છે.

સગીરા માસીના ઘરે રહેવા ગઇ અને કરણ સાથે પ્રેમ થયો
ઈસનપુર વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે. બે વર્ષ પહેલા જૂના વાડજ ખાતે આવેલા તેના માસીના ઘરે રહેવા ગઇ હતી. આ દરમિયાન ચાંદખેડામાં રહેતા કરણ દંતાણી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા થઇ અને પ્રેમમાં પરિણમી હતી. ફોન પર અને મેસેજથી બંને વાતો કરતા હતા. બાદમાં તે ઇસનપુર ખાતે તેના પરિવાર સાથે રહેવા જતી રહી હતી. આમ કરણ ઇસનપુર મળવા પણ જતો હતો. બંને સાથે ફરવા પણ જતાં હતા અને સગીરાને લગ્નની લાલચ આપી હતી. બંનેએ પરિવારને જાણ કરી ત્યારે પરિવાર પણ લગ્ન કરાવવા માટે તૈયાર હતો. પરંતુ સગીરાના મોટાભાઈએ કરણ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમ છતાં બંને સંપર્કમાં રહેતા અને મળી દુષ્કર્મ પણ આચરતો હતો.

સગીરાને બરોડા એક્સપ્રેસ હાઇવે બોલાવી સુરત લઇ ગયો
દરમિયાનમાં કરણે સગીરાને સવારે બરોડા અક્સપ્રેસ હાઇવે પર બોલાવી હતી અને સગીરાને સાથે લઇ સુરત જતો રહ્યો હતો. સુરતમાં બંને 3 દિવસ સુધી રોકાયા હતા. આ દરમિયાન સગીરાને લઇ કરણ નરોડા આવ્યો હતો. નરોડા વિસ્તારમાં કરણને તેના પરિવારે પકડી લીધો હતો અને માર માર્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો, અપહરણની કલમો હેઠળ ફરિયાદ નોધાઇ હતી. સગીરાના પરિવારે કરણને પોલીસને હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

મુખ્ય સુત્રધાર હરીશે વૃદ્ધાશ્રમમાં હથિયાર અને દસ્તાવેજો છૂપાવ્યા હતા
બીજી તરફ રૂપિયા લઇને સરકારી ભરતી કરાવી આપવાના દાવા કરતી ગેંગના ત્રણ સુત્રોધારોને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ઝડપી લીધા છે. મુખ્ય સુત્રધાર હરિશ પ્રજાપતિની પૂછપરછમાં તેણે વાંધાજનક દસ્તાવેજો અને હથિયાર નજીકના વૃદ્ધાશ્રમની રૂમમાં છૂપાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવની ટીમે વૃદ્ધાશ્રમમાં સર્ચ કરીને એક પિસ્ટલ અને બંદૂક સહિત સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા હતા. તપાસમાં મોટા માથાઓની સંડોવણી છતી થાય તેવી સંભાવના છે.

હરીશને પર્દાફાશ થશે એ જાણતો હતો
પૈસા લઇને ભરતીની વાતો કરતા હરીશ દ્વારા જે કૌભાંડ કરવામાં આવી રહ્યા હતા તેનો ગમે ત્યારે પર્દાફાશ થવાનો જ છે એ બાબતથી તે માહિતગાર હતો. માટે જ તેણે પોતાના સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર નજીકના એક વૃદ્ધાશ્રમના રૂમમાં પોતાના વાંધાજનક દસ્તાવેજો અને હથિયાર છૂપાવવા માટેની ગોઠવણ કરી દીધી હતી. હજુ પોલીસે તેને પકડવા માટે એક્શનમાં આવી ત્યારે જ તેના બાતમીદારો મારફતે હરિશને માહિતી મળી ગઇ હતી કે પોલીસ આવી રહી છે, માટે તેણે વાંધાજનક દસ્તાવેજો, પિસ્ટલ અને બાર બોરની બંદૂક છૂપાવી દીધી હતી. જોકે પોલીસે બધુ કબ્જે લઇને તપાસ શરૂ કરી છે.ડાયરીને આધારે ઘણી વિગતો સામે આવશે. તપાસ દરમિયાન પોલીસને હરીશની બે ડાયરીઓ મળી આવી છે. જેમાં તમામ પ્રકારનો હિસાબ લખવામાં આવ્યો હતો. આ ડાયરીઓની વિગતોને આધારે ઘણા ચોંકાવનારા ખુલાસા થાય તેમ લાગી રહ્યું છે.

વૃદ્ધાશ્રમમાંથી શું મળ્યું
1. એક મેગજીન સાથેની પિસ્ટલ
2. એક ખાલી મેગજીન
3. એક પિસ્ટલનું પાઉચ
4. એક 12 બોરની બંદૂક
5. પ્રિન્સિપલ વિદ્યાસાગર હાઇસ્કૂલ, દહેગામ ગાંધીનગર લખેલા રબર સ્ટેમ
6. વિદ્યાસાગર હાઇસ્કૂલ દહેગામ ગાંધીનગર લાખેલા રબર સ્ટેમ
7. સાંદીપની હાઇસ્કૂલ મીઠાના મુવાડા દહેગામના રબર સ્ટેમ્પ
8. પ્રિન્સિપલ સાંદીપની હાઇસ્કૂલ મીઠાના મુવાડા દહેગામ રબ્બર સ્ટેમ્પ-1
9. ટ્રુકોપી નોટરી સી.કે. ઠાકોર ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલા રબ્બર સ્ટેમ્પ-1
10. સીઈન બીફોર મી સી.કે. ઠાકોર નોટરી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલા રબ્બર સ્ટેમ્પ-1
11. GSTIN:24BSRPP4466M1ZW લખેલ રબ્બર સ્ટેમ્પ-1
12. બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ- 4
13. બનાવટી ધોરણ 10ની માર્કશીટ- 7
14. બનાવટી ધોરણ 12ની માર્કશીટ- 2
15. બનાવટી બોનાફાઇડ સર્ટિફિકેટ- 6
16. બનાવટી ટ્રાયલ સર્ટિફિકેટ- 4
17. બનાવટી ડોમીસાઇલ સર્ટિફિકેટ- 8
18. બનાવટી પોલીસ પ્રમાણપત્ર-3
19. બનાવટી ગ્રામ પાંચાયતનો દાખલો- 1
20. બનાવટી માર્કશીટ બનાવવાનો ફર્મો-1
21. અસલ ધોરણ 10ની માર્કશીટ- 3
22. અસલ ધોરણ 12ની માર્કશીટ- 3
23. અસલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ- 1
24. અસલ ટ્રાયલ સર્ટિફિકેટ- 1
25. છેતરપિંડીના હિસાબોની ડાયરી- 2

જમ્મુ કાશ્મીરના લાયસન્સને આધારે હથિયાર ખરીદ્યા હોવાની હરીશની કબૂલાત
કૌભાંડી હરીશની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીર કિસ્તવરના હથિયાર લાયસન્સને આધારે પિસ્ટલ ખરીદી હતી. વર્ષ 2017માં લાયસન્સ રિન્યુ નહોતું કરાવ્યું. 1997માં અમૃતસર પંજાબના લાયસન્સને આધારે બારબોરની બંદૂક ખરીદી હતી. જે બન્ને હથિયાર તે પોતાના કબ્જામાં રાખતો હતો અને ઉમેદવારોને છેતરવા માટે તથા તેમના ઉપર રોફ જમાવવા માટે રબ્બર સ્ટેમ્પ બનાવવાની જરૂરિયાત હતી. ત્યારે તે આર્મીનો યુનિફોર્મ પહેરીને ગયો હતો. પિસ્ટલ અને બંદૂક પણ સાથે લઇને ગયો હોવાથી તરત જ રબ્બર સ્ટેમ્પ બની ગયા હતા.

નાપાસ વિદ્યાર્થીઓના બનાવટી માર્કશીટ બનાવી તેમને પાસ કરાવી નોકરીની લાલચ આપી હતી
માસ્ટર માઇન્ડ હરિશ અને તેની ટૂકડીએ વર્ષ 2014-15માં ધોરણ 10 તથા 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. હરીશે તરત જ કાલુપુરના મુસ્તુફા શખાવાની બુરહાન ગ્રાફિક્સમાં આ વિદ્યાર્થીઓના બનાવટી ડોક્યુમેન્ટસ અને માર્કશીટ તૈયાર કરાવડાવી હતી તથા તેમને પાસ બતાવી તેમને જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ભરતી માટે તૈયારી કરાવી હતી.