તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત ડુપ્લેક્સ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સીટી ખાતે રાષ્ટ્રીય કક્ષાની ડુપ્લેક્સ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. આ ટૂર્નામેન્ટમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની એમ કુલ 5 ટીમો રમી હતી. ફાઇનલ મેચમાં મધ્ય પ્રદેશની ટીમ સામે યુ.પીની ટીમ પહોંચી હતી. જેમાં મધ્યપ્રદેશની ટીમ 5 વિકેટે વિજેતા બની છે. આ સિરિઝમાં દરેક ટીમમાં 3 મહિલા ખેલાડીઓ અને 8 પુરુષ ખેલાડીઓ રમ્યાં હતાં. ફાઇનલમાં મધ્યપ્રદેશની મહિલા ખેલાડી સાક્ષીએ 3 ઓવરમાં 5 રન આપી 2 વિકેટ લીધી હતી. કુલ 15 મહિલાએ 32 મેચમાં 64 ઓવરમાં 26 પુરુષોની વિકેટ લીધી હતી.
ડુપ્લેક્સ સિરિઝમાં મહિલા ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું હતું. ટૂર્નામેન્ટમાં મધ્ય પ્રદેશની સાક્ષીએ 9 ઓવરમાં 22 રન આપીને 6 વિકેટ લઇને વુમન ઓફ ધ સિરિઝ બની હતી. મધ્ય પ્રદેશના સૌમિતે આખી સિરિઝમાં 12 વિકેટ લઇને 116 રન બનાવી મેન ઓફ ધ સિરિઝ બન્યાં હતાં. જ્યારે ટીમ ગુજરાતમાંથી બેસ્ટ બેટ્સ મેન ધવલ પટેલ બન્યાં હતાં. તેમણે સિરિઝમાં સૌથી વધુ 160 રન બનાવ્યાં હતાં.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.