તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિવારે અંદાજે ત્રણ હજાર જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી હતી. જેમાંથી 2 ટકા એટલે કે 60 લોકોને રસીની સામાન્ય અસર થઈ હતી. એટલે કે, તાવ, માથાનો દુખાવો અને ઠંડી લાગવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ પૈકીના એક શિક્ષિકાને વધુ ગંભીર અસર થતાં તેમને બીએપીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને બીપી લૉ થઈ જવાની ફરિયાદ હતી. સિવિલમાં પણ વહેલી સવારે લોક રક્ષક દળના 15થી વધુ જવાનો તાવ આવતા સારવાર માટે પહોંચ્યા હતા. જો કે, તેમને આઉટડોર સારવાર આપવામાં આવી હતી. સોમવારે પણ ફ્રન્ટલાઈન તેમજ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી હતી.
55 કેન્દ્રો ખાતેથી 7,515 કર્મચારીઓને રસી મુકાઈ હતી. નિષ્ણાતોના કહેવા મુજબ વેક્સિન લીધા પછી 12થી 18 કલાક સુધી તાવ, માથાનો દુખાવો, જે સ્થળે વેક્સિન મુકાવી હોય ત્યાં દુખાવો, ધ્રુજારી આવવી, ઉબકા આવવા જેવા લક્ષણો જોવા મળે છે. જે ગંભીર ગણાતા નથી. આ રસીની સામાન્ય અસર કહેવામાં આવે છે. જેથી કોઈએ પણ આ પ્રકારના લક્ષણો દેખાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
સોમવારે 7,515 કર્મીએ રસી મુકાવી
સોમવારે મ્યુનિ. કમિશનર મુકેશકુમાર, ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી સહિતના તમામ ડેપ્યુટી કમિશનરે એસવીપીમાં કોરોનાની રસી લીધી હતી. કુલ 7,515માંથી 5071 પુરુષ અને 2444 મહિલાઓએ રસી મુકાવી હતી. અત્યાર સુધી કુલ 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી છે. જેમને 28 દિવસ પછી બીજો ડોઝ અપાશે. બે દિવસમાં હેલ્થવર્કરોનો ટાર્ગેટ પૂરો થવાની સંભાવના છે.
હાલ રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં વેક્સિનની આડઅસર જોવા મળી રહી છે. આજે વડોદરામાં 15 પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આડઅસરના થોડા સમયમાં જ અમદાવાદ શહેરમાં પણ 15 મહિલા પોલીસકર્મીને કોરોના વેક્સિનની આડઅસર થઈ હોવાની વાત સામે આવી હતી. જેને પગલે 15 જેટલા પોલીસકર્મી અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.પી મોદીએ જણાવ્યું હતું કે 15 જેટલા પોલીસકર્મીને સામાન્ય આડઅસર થઈ હતી. કોઈને ગંભીર આડઅસર જોવા મળી નથી. તાવ, માથું દુખવું તેમજ શરીર દુખાવાનાં સામાન્ય લક્ષણો હતાં.
તમામ મહિલા પોલીસ કર્મી દવા લઈ પોતાની એકેડમીમાં પરત ફર્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીએ સ્પષ્ટતા કરી છે કે, શહેરની વિવિધ પોલીસ એકેડમીમાંથી આવેલા મહિલા પોલીસકર્મીઓને કોવીડની રસી બાદ ગંભીર આડઅસર જોવા મળી નથી. આ મહિલા પોલીસકર્મીઓમાંથી કેટલાક મહિલા પોલીસકર્મીઓ પર સામાન્ય અસર થઈ હતી, તેથી તે સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવા આવ્યા હતા, તે દવા લઈ પોતાની એકેડમીમાં પરત ફર્યા છે.
સિવિલ હોસ્પિટલના 3500 કર્મચારીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો
ડો.મોદીએ તમામ પોલીસકર્મીઓ અને હેલ્થ વર્કરોને રસી લેવા માટે અપીલ કરતા કહ્યુ કે, કોરોનાની રસી બાદ સામાન્ય તાવ આવવો અને માથુ દુખાવાની ફરિયાદ રહેતી હોય છે, પણ તેનો કોઈએ ડર રાખવાની જરૂર નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, અમારી સિવિલ હોસ્પિટલના 3,500થી વધુ આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, પણ તેમાંથી અત્યારસુધી કોઈને પણ આડઅસર જોવા મળી નથી.
ખોટો ભય રાખવાની જરૂર નથી, તકલીફ થાય તો તબીબી તપાસ કરાવવી જોઈએ
તેમણે જનતાને હૈયાધારણ આપતા કહ્યું કે, વેક્સિન લીધા બાદ જો ઉપરોક્ત તકલીફ સિવાયની અન્ય કોઈ તકલીફ જણાય તો ચોક્કસ તબીબી તપાસ કરાવવી જોઈએ. પરંતુ ખોટો ભય રાખવાની જરુર નથી. કોવીશિલ્ડ વેક્સિનના અત્યંત સફળ પરિણામો જોવા મળ્યા છે અને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. તમામ ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ સુરક્ષિત બનવું જોઈએ.
અમદાવાદ સિવિલમાં 710 પોલીસ કર્મીઓએ વેક્સિન લીધી
ડો. મોદીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સોમવારે ( 1 ફેબ્રુઆરી,2021)એ 889 વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જેમાં 606 હેલ્થવર્કર્સ અને 283 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાં 11 દિવસના અંતે વેક્સિન લેનારની કુલ સંખ્યા-3553 થઈ છે, તેમજ 710 પોલીકર્મીઓએ બે દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લીધી છે.
DSP સહિત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિન લઈ રહ્યા છે
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂ કરવામાં આવી છે, જેમાં પહેલા તબક્કામાં ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ તેમજ હેલ્થવર્કરોનું રસીકરણ થયું હતું. ત્યાર બાદ હવે 31 જાન્યુઆરીથી કલેક્ટર, DSP સહિતના ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિન લઈ રહ્યા છે તેમજ મહેસૂલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3 લાખથી વધુ ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે રસીકરણ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં પોલીસવડા આશિષ ભાટિયાએ વેક્સિન લીધી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.