તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ઓલિમ્પિક!:મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 પ્લોટની હવે હરાજી નહીં થાય, વર્ષ 2036માં ઓલિમ્પિક માટે રિઝર્વ રાખવામાં આવ્યા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCની મુખ્ય ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની મુખ્ય ઓફિસની ફાઈલ તસવીર
  • AMC દ્વારા અગાઉ 16 જેટલા પ્લોટ વેચીને કરોડોની આવક કરવાની હતી
  • આ 16 પૈકી અત્યાર સુધી માત્ર 1 પ્લોટનું વેચાણ પણ થયું, તેનો સોદો પણ રદ કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા 16 જેટલા પ્લોટની હરાજી મારફતે વેચાણ કરી કરોડો રૂપિયાની આવક ઉભી કરવાની વિચારણા કરવામાં આવી હતી. જે અંતર્ગત 1 પ્લોટનું વેચાણ પણ થઈ હતું, તે પણ રદ કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાવવાનો હોવાથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ તમામ પ્લોટની જરૂર પડે તેમ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ પ્લોટની હરાજી કરી વેચાણ કરવાનું મોકૂફ રખાયું છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, શહેરીજનોના હિત અને વર્ષ 2036ના ઓલમ્પિકને ધ્યાનમાં રાખી પ્લોટના વેચાણ બંધ રાખવામાં આવ્યા છે.

અગાઉ કોર્પોરેશનને ટીપી સ્કીપ 50ના પ્લોટથી 151 કરોડની આવક થઈ
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવના ટીપી સ્કીમ 50ના પ્લોટની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. આ પ્લોટના વેચાણથી કોર્પોરેશનને રૂપિયા 151 કરોડની આવક થઇ હતી. કોર્પોરેશન દ્વારા આ પ્લોટની એપસ્ટ વેલ્યુ રૂ.1,88,000 પ્રતિ ચોરસ મીટર રાખવામા આવી હતી. જેમા તંત્રને પ્રતિ ચોરસ મીટર રૂ.1,88, 300 ભાવ મળ્યો હતો. નક્કી કરેલા કરતા વધુ ભાવ મળતા તંત્રને નક્કી કરેલ રકમ કરતા ચોવીસ લાખથી વધુની રકમ વધુ મળી છે. પરંતુ આ સોદો પણ હવે રદ કરી દેવામાં આવ્યો છે.

AMC દ્વારા મહરાજી માટે મૂકાયા હતા તે પ્લોટની યાદી

ટીપી સ્કીમએરિયા (ચો.મીમાં)હેતુ

તંત્ર દ્વારા નક્કી કરેલ (તળિયાનો ભાવ પ્રતી ચો.મી)

37 થલતેજ1098સેલ ફોર રેસિડેન્સ14000
37 થલતેજ9822સેલ ફોર રેસિડેન્સ177800
38 થલતેજ2293સેલ ફોર રેસિડેન્સ121000
50 બોડકદેવ12833સેલ ફોર રેસિડેન્સ188000
50 બોડકદેવ7577સેલ ફોર કોમર્શીયલ228000
50 બોડકદેવ8060સેલ ફોર કોમર્શીયલ188000
50 બોડકદેવ3469સેલ ફોર કોમર્શીયલ188000
101 નિકોલ3337સેલ ફોર રેસિડેન્સ70000
103 નિકોલ4435સેલ ફોર રેસિડેન્સ70000
113 વસ્ત્રાલ3141સેલ ફોર રેસિડેન્સ72000
113 વસ્ત્રાલ3153સેલ ફોર રેસિડેન્સ72000
113 વસ્ત્રાલ9778સેલ ફોર રેસિડેન્સ62000
121 નરોડા-હંસપુરા-કઠવાડા7104સેલ ફોર રેસીડેન્સ62000
121 નરોડા-હંસપુરા-કઠવાડા2865સેલ ફોર રેસીડેન્સ62000
121 નરોડા-હંસપુરા-કઠવાડા14103સેલ ફોર રેસીડેન્સ62000
109 હંસપુરા-મુઠીયા-બીલીસીયા9403સેલ ફોર રેસીડેન્સ62000