તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણનો અધિકાર:RTEમાં ગત વર્ષ કરતા 15 ટકા વધુ અરજીઓ આવી, આવતીકાલથી ફોર્મ ચકાસણી શરુ થશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2021-22 શરુ થયું છે સાથે જ RTE હેઠળ એડમિશન પ્રક્રિયા પણ શરુ થઇ ચૂકી છે. સામાન્ય વર્ષ કરતા આ વર્ષે પણ કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડી શરુ થઇ છે. 25 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમય હતો. જે મુદત આજે પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધીમાં 27,200 કરતા વધુ ફોર્મ ભરાયા છે, જે ગત વર્ષ કરતા અંદાજે 15 ટકા જેટલા વધુ છે. હજુ રાતના વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યાર બાદ કેટલા ફોર્મ ભરાયા તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.

ગત વર્ષે 23,851 અરજી આવી હતી, આ વર્ષે 27000થી વધુ
હવે આવતીકાલથી એટલે કે 6 જુલાઈથી ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવશે. ગત વર્ષે 23,851 અરજીઓ આવી હતી ત્યારે આ વર્ષે અત્યાર સુધી 27,200 કરતા વધુ અરજીઓ આવી છે. હજુ અનેક અરજીઓ આવે તેવી શક્યતા છે. ગત વર્ષ કરતા 15 ટકા જેટલા વધુ ફોર્મ ભરાયા છે. તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને તે બાદ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ શરુ કરવામાં આવશે.

5 દિવસ સુધી ફોર્મ ચકાસણી
25 જૂનથી ફોર્મ ભરવાની શરુઆત થઈ ત્યારે શરૂઆતમાં 2000-3000 ફોર્મ ભરાતા હતા. બાદમાં ફોર્મ ભરાવવાની સંખ્યા ઓછી થઇ છે. છેલ્લા થોડા દિવસોમાં 500-700 ફોર્મ જ ભરાતા હતા. હજુ અનેક વાલીઓને કોઈ કારણથી ફોર્મ ભરવાના બાકી છે. શિક્ષણમંત્રીએ પણ કહ્યું છે કે કોઈ બાળક એડમિશન વિના નહિં રહે. જેથી RTEના ફોર્મ ભરવાની તારીખ લંબાવી પણ શકાય છે. ફોર્મ ભરવાની સાથે ચકાસણી માટેના પણ 5 દિવસ રાખવામાં આવ્યા છે તેની મુદતમાં પણ વધારો કરવામાં આવશે.