હાટકેશ્વર બ્રિજ વિવાદ:નિર્માણથી માંડી ઉદ્ઘાટન સુધી AMC કમિશનર, 2 મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 15 લોકો જવાબદાર

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવતાં બ્રિજને પાંચ વર્ષમાં રિપેરિંગ કરવો પડ્યો છે. રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં પણ ઘણા બધા ખુલાસા થયા છે. જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સ્પષ્ટ જણાય છે. પરંતુ આજ દિન સુધી કોઈપણ કાર્યવાહી થઈ નથી. શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ વર્ષ 2014માં બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ત્યારથી લઇ અને વર્ષ 2017માં નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાર સુધીમાં ભાજપના સત્તાધીશો અને કમિશનરથી લઈ અને એડિશનલ સિટી એન્જિનિયર સુધીના કુલ 15 જેટલા પદાધિકારીઓ અને અધિકારીઓની જવાબદારી હતી. બ્રિજનું નિર્માણ કઈ રીતે થયું છે, પરંતુ તેઓ દ્વારા જ આ બાબતે ધ્યાન ન આપવામાં આવતા આ બ્રિજ આજે સાત મહિનાથી બંધ હાલતમાં છે અને હવે તેને તોડી પાડવાની સ્થિતિમાં ઉભી થઇ છે.

50 કરોડનો બ્રિજ 7 મહિનાથી બંધ
પ્રજાના ટેક્સના રૂ. 50 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ છેલ્લા સાત મહિનાથી નાગરિકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે અને હવે આ બ્રિજને તોડી પાડવો પડે તેવી પરિસ્થિતિમાં છે. ત્યારે દિવ્યભાસ્કર આપને જણાવી રહ્યું છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલા આ હાટકેશ્વર બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી લઈ અને ઉદ્ઘાટન થયું ત્યાં સુધી કોણ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ હતા અને તેમની જવાબદારી હતી. વર્ષ 2014માં ટેન્ડર પ્રક્રિયા, 2015માં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ, 2016માં બ્રિજનું બાંધકામ થયું અને 2017માં બ્રિજ બનીને તૈયાર થયા બાદ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યાં સુધી ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની જવાબદારી બને છે. આ પદાધિકારીઓ અને અધિકારીઓએ ત્યારે કેમ ધ્યાન ન આપ્યું.

‘બ્રિજ પ્રોજેક્ટના અધિકારી એક જ છે’
ત્યારે કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ હોય અને કામગીરી થતી હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, તો તેમાં કેવી રીતે કામગીરી થઈ રહી છે અને કેટલી પ્રોગ્રેસ છે તે જોવાની જવાબદારી કમિશનર ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેર (બ્રિજ) તેમજ એડિશનલ સિટી ઈજનેર(બ્રિજ)ની હોય છે. હાટકેશ્વર બ્રિજ બનાવવાનું શરૂ થયું ત્યારથી બ્રિજ પ્રોજેક્ટના અધિકારી તરીકે હિતેશ કોન્ટ્રાક્ટર આજદિન સુધી કામગીરી કરી રહ્યા છે અને તેઓની સીધી જવાબદારી બને છે, બ્રિજ મામલે ત્યારે તેઓ પર પગલાં લેવાશે કે કેમ ? ભાજપના પદાધિકારીઓ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનની પણ જવાબદારી છે કે તેઓ આ બ્રિજની કામગીરી કઈ રીતે થઈ રહી છે. તેના ઉપર ધ્યાન આપે વર્ષ 2014થી લઇ અને 2017 સુધી હોદ્દા પર રહેલા લોકોએ ધ્યાન જ ન આપતા આજે હાટકેશ્વર બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ તમામની જવાબદારી નક્કી કરવામાં આવશે કે કેમ ?

ક્યાં વર્ષમાં કોણ ક્યાં પદ પર હતા?

વર્ષ 2014
મેયર - મીનાક્ષી પટેલ
સ્ટેન્ડિંગ ચેરમેન - ભૂપેન્દ્ર પટેલ
કમિશનર - ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રા
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (બ્રિજ) - એમ. થેંન્નારેસન
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (પૂર્વ ઝોન) - આઈ. કે પટેલ
એડી. સિટી ઈજનેર (બ્રિજ) - હિતેશ કોન્ટ્રાકટર
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન - કાંતિભાઈ. એ. પટેલ

વર્ષ 2015
મેયર - મીનાક્ષી પટેલ
સ્ટેન્ડિંગ ચેરમેન - પ્રવિણ પટેલ
કમિશનર - ડી. થારા
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (બ્રિજ) - એમ. થેંન્નારેસન
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (પૂર્વ ઝોન) - દિલીપ ગોર
એડી. સિટી ઈજનેર (બ્રિજ) - હિતેશ કોન્ટ્રાકટર
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન - કાંતિભાઈ. એ. પટેલ

વર્ષ 2016
મેયર - ગૌતમ શાહ
સ્ટેન્ડિંગ ચેરમેન - પ્રવિણ પટેલ
કમિશનર - ડી. થારા
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (બ્રિજ) - આઈ. કે પટેલ
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (પૂર્વ ઝોન) - દિલીપ ગોર
એડી. સિટી ઈજનેર (બ્રિજ) - હિતેશ કોન્ટ્રાકટર
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન - જતીન. ઝેડ. પટેલ

વર્ષ 2017
મેયર - ગૌતમ શાહ
સ્ટેન્ડિંગ ચેરમેન - પ્રવિણ પટેલ
કમિશનર - મુકેશકુમાર
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (બ્રિજ) - રાકેશ શંકર
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (પૂર્વ ઝોન) - જે.એસ. પ્રજાપતિ
એડી. સિટી ઈજનેર (બ્રિજ) - હિતેશ કોન્ટ્રાકટર
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન - જતીન. ઝેડ. પટેલ

અન્ય સમાચારો પણ છે...