અમદાવાદમાં કોરોના વાઇરસ ફેલાયો:કોરોનાના નવા 15 કેસ, સિવિલમાં ત્રણ શંકાસ્પદ દર્દી દાખલ, ખાનગી લેબમાં રોજ 900 લોકો ટેસ્ટ કરાવે છે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
1200 બેડ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીને લવાયો હતો - Divya Bhaskar
1200 બેડ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીને લવાયો હતો
  • ભાસ્કર અપીલ - હજુ સાવચેતી રાખવી જરૂરી
  • કોરોના વાઈરસને ફેલાતો રોકવા મ્યુનિ. આરોગ્ય વિભાગ રાજ્ય બહાર ફરીને આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરી ટેસ્ટ કરાવે છે
  • એક ઘરમાં ત્રણથી વધુ કેસ આવે તો સોસાયટી કે ફલેટ કન્ટેઈન્મેન્ટમાં મુકાય છે

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ દિવાળી પછી ફરી એકવાર ધીમે ધીમે વધી રહ્યા છે. સરકારના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા પાંચ દિવસમાં શહેરમાં કુલ 68 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સદનસીબે આ પૈકી એક પણ વ્યક્તિને હજુ સુધી આઈસીયુ અથવા વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી નથી. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. કોરોના ફેલાતો અટકાવવા મ્યુનિ.એ બે દિવસ પહેલા ઈસનપુર અને ચાંદખેડાના બે વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં પણ મૂક્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ લક્ષણ સાથે હાલ ત્રણ દર્દી દાખલ થયા છે. જો કે, તેમનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગતો જાહેર કરવામાં આવી નથી. આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન જોષીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગે એગ્રેસિવ કામગીરી શરૂ છે. એક જ ઘરમાં ત્રણથી વધુ કોરોના કેસ આવે તે વિસ્તારને તાત્કાિલક કન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોના પોઝિટિવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અને વેક્સિનેશન હિસ્ટ્રી લેવાય છે.

ડૉક્ટરોના જણાવ્યાં પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે તે કારણે પણ લોકોને સામાન્ય શરદી-ખાંસીની ફરિયાદો રહે છે. કોરોનાના પણ પ્રાથમિક ચિહ્નો તે પ્રમાણેના હોય છે. એક લેબોરેટરીના માલિક ડૉ. સંદિપ શાહે જણાવ્યું કે, હાલ દરરોજ લેબોરેટરીમાં 800થી 900 લોકો કોરોનાનો ટેસ્ટ કરાવે છે.

શહેરમાં 28 લાખ લોકોએ રસીના બંને ડોઝ લીધા
16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણનો પ્રારંભ થયો હતો ત્યારથી અત્યાર સુધી અમદાવાદમાં કુલ 75 લાખ ડોઝ આપવામાં આવ્યા છે જેમાં 47.06 લાખ લોકોએ પ્રથમ જ્યારે 27.96 લાખ લોકોને રસીના બંને ડોઝ લઈ લીધા છે.

સોમવારે વધુ 38 હજારને રસી આપવામાં આવી
શહેરમાં સોમવારે વધુ 37,758 લોકોને રસી મૂકવામાં આવી છે જેમાં 4,650 લોકોને પ્રથમ જ્યારે 33,108 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. દિવાળી દરમિયાન સ્વૈચ્છિક રસીકરણની સંખ્યા ગટી હતી, પરંતુ હવે જેમને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે તે લોકો રસી મુકાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...