આયોજન:જાસપુરના ઉમિયાધામ ઉપવનમાં 1.5 લાખ વૃક્ષ વવાશે શહેરની પ્રદૂષિત હવા શોષાસે અને ઓક્સિજન પાર્ક મળશે

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: સંકેત ઠાકર
  • કૉપી લિંક
  • અમદાવાદ-ગાંધીનગરની ગટરોનું પાણી ટ્રીટ કરી વૃક્ષોને પીવડાવવામાં આવશે

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે 1.5 લાખ વૃક્ષો સાથે વિશ્વ ઉમિયાધામ ઉપવનનું નિર્માણ થશે. 1.5 લાખ વૃક્ષોથી અમદાવાદની પ્રદૂષિત હવામાંથી ઉત્સર્જિત થતો કાર્બન શોષિત થશે અને અમદાવાદ-ગાંધીનગરની ગટરનું જે પ્રદૂષિત પાણી સુએજ પ્લાન્ટમાં જઈ રહ્યું છે. તે આ 1.5 લાખ વૃક્ષોને અપાશે એટલે હવા અને પાણી બંનેનું પ્રદૂષણ અટકશે.

આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે 31 જુલાઈએ રોજ 75 હજાર વૃક્ષારોપણ સાથે 75 હજાર તિરંગાનું પણ વિતરણ થશે. આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે. આ વર્ષે 75 હજાર અને આવતાં વર્ષે અન્ય 75 હજાર વૃક્ષનું વાવેતર થશે.

આ સંદર્ભે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી માત્ર સરકારની નહીં પણ સામાજિક સંસ્થાઓની પણ છે.

200 વીઘા જમીનમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
વિશ્વ ઉમિયાધામના પરિસરની 50 મીટર દૂર કેન્દ્ર જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવા જઈ રહ્યું છે. ગાંધીનગર અર્બન ઓથોરિટીના સહયોગથી 200 વીઘા જમીનમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. 40 હજાર વૃક્ષો સરકાર તરફથી સંસ્થાને આપવામાં આવ્યા છે. આ કાર્ય કરવા પાછળનો મુખ્ય હેતુ કાર્બન ડીટૉક્સીનેશને મેનેજ કરવાનો છે. આ તમામ વૃક્ષોને અમદાવાદ અને ગાંધીનગરનું ટ્રીટ કરેલું પાણી અપાશે.

અન્ય સમાચારો પણ છે...