આવી કેવી સિક્યોરિટી?:સેટેલાઇટની નોવાટેલ હોટેલના વેલે પાર્કિંગમાંથી 15 લાખની કાર ચોરાઈ ગઈ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેટેલાઈટની નોવાટેલ હોટલના વેલે પાર્કિંગમાંથી ગઠિયો રૂ.15 લાખની કિંમતની કાર ચોરી ગયો હતો. એક યુવક મિત્રો સાથે હોટલમાં જમવા ગયો ત્યારે તેણે વેલે પાર્કિંગમેનને કાર પાર્ક કરવા આપી હતી અને ટોકન લીધું હતંુ. દોઢ કલાક બાદ જમીને કાર લેવા ગયો ત્યારે તેની કાર ત્યાં હતી જ નહીં.

સોલામાં રહેતા સૂરજ નાયરે (ઉં.27) જાન્યુઆરી 2021માં કાર ખરીદી હતી. તે કાર લઈને તે 10 જૂને સવારે 11.30 વાગ્યે સેટેલાઈટની નોવાટેલ હોટેલમાં મિત્રો સાથે જમવા ગયો હતો. સૂરજે હોટેલની સિસ્ટમ પ્રમાણે કાર પાર્ક કરવા માટે વેલે પાર્કિંગમેનને કાર આપી હતી.

દોઢ કલાક બાદ 1 વાગ્યે સૂરજ ટોકન આપીને કાર લેવા ગયો હતો, પરંતુ સૂરજની કાર મળી ન હતી. આથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવાન કેબિનમાંથી ચાવીની ચોરી કરીને પાર્કિંગમાંથી કાર લઈને જતો રહ્યો હતો, જેથી આ અંગે સૂરજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...