તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 1.5 Lakh Ahmedabadis Were 'freed From The Corona' By Defeating The Torture Of The 'coronary'; The Discharge Figure More Than Doubled To 6668 Compared To The New Case

રાહત:1.5 લાખ અમદાવાદી ‘કોરોનાયુક્ત’ની યાતનાને હરાવીને ‘કોરોના મુક્ત’ થયા; નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જનો આંકડો બમણાથી વધી 6668 થયો

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
સિવિલ બહાર હવે પહેલાની જેમ એમ્બ્યુલન્સની લાઇનો રહી નથી. - Divya Bhaskar
સિવિલ બહાર હવે પહેલાની જેમ એમ્બ્યુલન્સની લાઇનો રહી નથી.
 • છેલ્લા 24 કલાકમાં કેસ 135 ઘટી 3194 થયા, પણ વધુ 17 દર્દીના મૃત્યુ
 • સિવિલ બહાર હવે પહેલાની જેમ એમ્બ્યુલન્સની લાઇનો જોવા નથી મળતી

શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો બે લાખને વટાવી ગયો છે. એપ્રિલમાં આવેલી બીજી લહેરને કારણે માત્ર 22 દિવસમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા હતા. જોકે મેના પ્રારંભથી કેસ પ્રમાણમાં કંઈક અંશે ઘટી રહ્યા છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 1,50,463 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં દર્દીની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં હવે બેડની તંગી એપ્રિલ જેવી રહી નથી.

શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 3059 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 17 દર્દીના મૃત્યુ થયા હતા. સોમવારની સરખામણીએ નવા કેસની સંખ્યામાં 135નો ઘટાડો થયો હતો. જોકે 24 કલાક દરમિયાન 6668 લોકો સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અાપવામાં આવી હતી. મંગળવારે આવેલા કેસ કરતાં ડિસ્ચાર્જ દર્દીનો આંકડો લગભગ બમણાથી વધુ હતો. સતત 6 દિવસ કેસમાં ઘટાડો થયા પછી સોમવારે વધારો થયો હતો પરંતુ મંગળવારે ફરી એકવાર કેસની સંખ્યા નીચે આવી છે.

શહેરમાં 3 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં
શહેરમાં 3 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. જ્યારે 13 મુક્ત થયા છે. હવે 109 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં છે.

 • શ્યામ એલિગન્સ,2જો માળ, એ-બ્લોક, સેટેલાઇટ
 • વિનસ પાર્કલેન્ડ, ક્યુ-બ્લોક, વેજલપુર
 • 42પાર્ક વ્યૂ એપાર્ટ, 5મો માળ, એ-બ્લોક, ગોતા

સિવિલમાં વેક્સિન મોડી પહોંચતા હાલાકી
મંગળવારે અમદાવાદમાં કુલ 28913 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં 15790 પુરુષ અને 13123 મહિલાઓનો સમાવેશ થયો હતો. 18થી 44 વયજૂથના કુલ 7647 લોકોએ વેક્સિન લીધી હતી જ્યારે 45 વર્ષ ઉપરના 18371 લોકોએ વેક્સિન લીધી હતી. મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલમાં 10.30 વાગ્યા પછી વેક્સિન પહોંચી હતી આ કારણે વેક્સિન લેનારાઓની લાંબી લાઇનો થઈ હતી.

દસ્ક્રોઈમાં 15 સહિત જિલ્લામાં 69 કેસ
અમદાવાદ જિલ્લામાં મંગળવારે 69 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે દસક્રોઇ તાલુકામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કુલ કેસ 6281 કેસ અને કુલ મોત 85 થયા છે. સૌથી વધુ દસક્રોઇ તાલુકામાં 15 કેસ, સાણંદ 7, બાવળામાં 5, દેત્રોજ 4, ધંધુકા 14, ધોલેરા 8, ધોળકા 4, માંડલ 7 અને વિરમગામમાં 4 કેસ નોંધાયો હતો. હાલ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 101 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

સોલા સિવિલનો નર્સિંગ સ્ટાફ આજથી હડતાળ પર ઊતરશે
સમગ્ર વિશ્વમાં 12 મેના રોજ ‘ઇન્ટરનેશનલ નર્સિગ ડે’ તરીકે મનાવાય છે. ત્યારે પગાર વધારા અને પીએફની પડતર માગણી સાથે સોલા સિવિલમાં કોન્ટ્રાક્ટ પરનો નર્સિંગ સ્ટાફ બુધવારથી હડતાળ પાડશે, જ્યારે સિવિલના નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધીને કામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સોલા સિવિલના નર્સિંગ સ્ટાફે મંગળવારે પણ ધરણાં કર્યા હતા. બીજી તરફ સિવિલ હોસ્પિટલનો નર્સિગ સ્ટાફ બુધવારે સિવિલ કેમ્પસમાં પોતાની માગણીના વિરોધમાં કાળી પટ્ટી બાંધી કામ કરશે અને ડ્યુટી પૂરી થયા બાદ ધરણાં-દેખાવો કરશે. તેમજ 18 મેના રોજ હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...