તસ્કરો બેફામ:અમદાવાદમાં જૈન દેરાસરમાંથી 15 મૂર્તિ, ચાંદીના 6 મુગટ અને 6 હારની ચોરી, CCTVના આધારે આરોપી ઝડપાયો

અમદાવાદ5 મહિનો પહેલા
પોલીસને મંદિરથી દોઢેક કિલો મીટર દૂરથી ભગવાનની ચોરી થયેલી તમામ વસ્તુઓ મળી આવી
  • વાસણા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી ચોરી

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી એક બે નહીં પણ 15 જેટલી ભગવાનની મૂર્તિઓની ચોરી થઈ હતી. એક સાથે ભગવાનની આટલી બધી મૂર્તિઓની ચોરી થતા જૈન સમાજમાં ચિતાનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધીને આરોપીને શોધવા પ્રયાસ શરૂ કર્યા હતા. ત્યાર બાદ પોલીસને કડી મળી હતા. આ કડીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. તેમજ પોલીસને મંદિરથી દોઢેક કિલો મીટર દૂરથી ભગવાનની ચોરી થયેલી તમામ વસ્તુઓ મળી આવી છે. પોલીસે આ અંગે હાલ આરોપી પાસે વધુ વિગત મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

CCTVના આધારે પોલીસે આરોપીઓની ઓળખાણ કરી
શહેરના વાસણામાં રંગસાગર ફલેટની બાજુમાં આવેલા જૈન દેરાસરમાંથી કોઈ અજાણ્યો શખ્સ પંચધાતુની મળીને કુલ 17 જેટલી મૂર્તિઓની ચોરી કરી જતા ચકચાર મચી છે. પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા CCTVમાં મૂર્તિઓની ચોરી કરતો શખ્સ જોવા મળ્યો હતો. બાદમાં મંદિરથી દોઢ કિલોમીટર દૂર તમામ મૂર્તિઓ પોલીસને મળી આવી હતી. CCTVના આધારે પોલીસે આરોપીઓની ઓળખાણ કરી લીધી હતી.

રૂ.10,000ની કિંમતના ચાંદીના 6 નંગ મુગટ
રૂ.10,000ની કિંમતના ચાંદીના 6 નંગ મુગટ

6 ચાંદીના હાર મળીને કુલ રૂ.18000નો મુદ્દામાલ કબ્જે
પોલીસે જૈન દેરાસરની આજુબાજુમાં તપાસ કરતા ચોરી થયેલો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં પંચધાતુની નાની મોટી 15 મૂર્તિ, 4 નંગ પંચધાતુના મસધ્ધ ચક્રનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલનો વજન આશરે 1 કિલો અને કિંમત રૂ.5000 ગણી શકાય. તેમજ 200 ગ્રામ વજનના અને રૂ.10,000ની કિંમતના ચાંદીના 6 નંગ મુગટ, રૂ.3000ની કિંમતના અને 60 ગ્રામ વજનના 6 ચાંદીના હાર મળી કુલ. રૂ.18000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.