હવામાનની અસર:ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસથી 15 ફ્લાઈટ મોડી પડી, 2 રદ; વારાણસીમાં 100 મીટરથી ઓછી વિઝિબિલિટી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉત્તર ભારતના અનેક શહેરોમાં રાતે તેમજ વહેલી સવારે ગાઢ ધુમ્મસથી વારાણસી એરપોર્ટ પર વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી. આ ઉપરાંત અનેક શહેરોમાં પણ વિઝિબિલિટી ઘટી જતા ફ્લાઈટના શીડ્યૂલ પર અસર થઈ હતી.

અમદાવાદ આવતી જતી 15 ફ્લાઈટો 45 મિનિટ કે તેથી વધુ મોડી પડી હતી. વારાણસીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ સૌથી વધુ 3.38 કલાક તેમજ સ્પાઈસ જેટની અમદાવાદથી બાગડોગરા ફ્લાઈટ 3.12 કલાક મોડી પડી હતી. ઈન્ડિગોની અમદાવાદ-‌વારાણસી, સ્પાઈસ જેટની અમદાવાદ-ઉદયપુર ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી..

લેટ પડેલી ફ્લાઈટ
ઈન્ડિગો
કુવૈત-અમદાવાદ - 1.16 કલાક
દુબઈ-અમદાવાદ - 1.03 કલાક
વારાણસી-અમદાવાદ - 3.38 કલાક
અમદાવાદ-ભોપાલ - 45 મિનિટ
અમદાવાદ-મુંબઈ - 1.39 કલાક

ગોફર્સ્ટ
મુંબઈ-અમદાવાદ - 2.23 કલાક
બેંગલુરુ-અમદાવાદ - 55 મિનિટ
ચંડીગઢ-અમદાવાદ - 1.29 કલાક
અમદાવાદ-મુંબઈ - 2.06 કલાક
અમદાવાદ-ચંડીગઢ - 1.41 કલાક
અમદાવાદ-બેંગલુરુ - 55 મિનિટ

સ્પાઈસ જેટ
ગ્વાલિયર- અમદાવાદ - 2.55 કલાક
વારાણસી-અમદાવાદ - 45 મિનિટ
અમદાવાદ-બાગડોગરા - 3.12 કલાક
અમદાવાદ-વારાણસી - 45 મિનિટ

અન્ય સમાચારો પણ છે...