તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ:ત્રીજી લહેરને પહોંચી વળવા ફિઝિયોથેરાપીના તમામ વિદ્યાર્થીઓને કોવિડની સારવાર માટે 15 દિવસની ટ્રેનિંગ શરૂ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફિઝિયોથેરાપીના બીજા, ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડની સારવાર માટે ટ્રેનિંગ

કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે અત્યારથી જ તૈયારી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા તમામ મેડિકલ કોલેજમાં ભણતા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને કોર્પોરેશન હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવાની શરૂ કરવામાં આવી છે. 1500થી વધુ વિદ્યાર્થીઓને 15 દિવસ માટે અલગ અલગ હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે ટ્રેનિંગ આપવાની શરૂ કરવામાં આવી છે.

કોરોના સામે જંગના માટે તૈયારીઓ શરૂ કરાઈ
કોરોનાની બીજી લહેરમાં અગાઉથી તૈયારી કરવામાં આવી નહોતી, જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેથી હવે ત્રીજી લહેર આવવાની શક્યતા નિષ્ણાત ડોક્ટરોએ વ્યક્ત કરી છે. જેથી કોર્પોરેશન દ્વારા તૈયારીના ભાગ રૂપે ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા બીજા, ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડની સારવાર માટે ટ્રેનિંગ આપવાની શરૂ કરી છે. 12 જુલાઈથી 26 જુલાઈ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. રોજ સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને સારવાર માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

1500થી વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ ચાલી રહી છે
અમદાવાદની એલ.જી. અને શારદાબેન હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીના અલગ-અલગ વર્ષના અને અલગ અલગ કોલેજના 1500થી વધુ વિદ્યાર્થીઓને અત્યારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્રીજી લહેર આવે તો ટ્રેનિંગ આપેલા વિદ્યાર્થીઓની કોવિડની સારવારમાં મદદ લેવામાં આવશે.