ધ્વજવંદન:SGVPમાં જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં 108ની 15 એમ્બુલન્સ જોડાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનાં ઐતિહાસિક સ્થળો અને 23 તળાવ પર ધ્વજવંદન
  • શનિવારે યોજાનારા ધ્વજવંદનના રિહર્સલમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે ધ્વજ લહેરાવશે

એસ.જી.વી.પી.ખાતે શનિવાર યોજાનાર જિલ્લાકક્ષાના ધ્વજવંદનના રિહર્સલમાં જિલ્લા કલેકટર સંદીપ સાંગલના હસ્તે ધ્વજ લહેરાવશે. કાર્યક્રમમાં 108ની 15 એમ્બ્યુલન્સ જોડાશે. આ અંતર્ગત જિલ્લાના ઐતિહાસિક સ્થળો અને 23 જેટલા તળાવ પર પ્રથમવાર ધ્વજ વંદન થશે.

જિલ્લાના અધિક કલેકટર પી.બી.પંડયાએ કહ્યું કે, જિલ્લાના કક્ષાના ‌ધ્વજવંદનના કાર્યક્રમનું શનિવારે રિહર્સલ થશે. આજ સ્થળે 15મી ઓગસ્ટે જિલ્લાના ભાજપના પ્રભારી મંત્રી ‌ધ્વજવંદન કરશે. રાજ્યમાં 108ની સેવાને 15 વર્ષ પૂરા થતાં ધ્વજવંદનના કાર્યક્રમમાં 15 જેટલી એમ્બ્યુલન્સ જોડાશે. જે જિલ્લાના શેલા, સાણંદ, સરખેજ વિસ્તારોમાં ફરીને સાબરમતી રિવરફ્રન્ટ પર રેલી સંપન્ન કરશે.

શુક્રવારે જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આવેલા તળાવમાંથી અંદાજે 23 તળાવમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ થશે. આ ઉપરાંત જિલ્લાની ઐતિહાસિક સ્થળો જેવા કે સાણંદનું પાંડવકાલિન અત્રેશ્વર મહાદેવનું મંદિર, બાણગંગા થળાવ, પ્રથમ સ્વાતંત્રય સંગ્રામ, વિરોચનનગરગામે મેલડી માતાજીનું મંદિર, ધોલેરા શ્રી સ્વામીનારાણય મંદિર, મીટા સત્યાગ્રહ વખતની ખાંભી, પીરદરગાહ-ભડીયાદ, કષ્ટભંજન હનુમાનજી મંદિર-કમિયાળા, બુટભવાની મંદિર, સરમુબારક, મેઘાણી કોર્ટ, ધંધુકામાં હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબનું જન્મ સ્થળ, મહાપ્રભુજીની બેઠક, બુટભવાની મંદિર, સંતસવૈયાનાથની જગ્યા, ધોળકામાં લોથલ, મલાવ તળાવ અને વિરમગામમાં મૂનસર તળાવ ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. આગામી ત્રણ દિવસ સુધી ધ્વજ લહેરાવાશે. સ્થાનિક વિવિધ કાર્યક્રમો યોજાશે. અમદાવાદની વિવિધ આરટીઓ કચેરીમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.

અન્ય સમાચારો પણ છે...