તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનું સંક્રમણ ઘટ્યું:મણિનગરના સુકુન એન્ક્લેવના 10 ઘરોના 68 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા, હવે 88 અમલી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 15 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 91 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે મણિનગરના સુકુન એન્ક્લેવના 10 ઘરોના 68 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે ઈન્દ્રપુરી, ઘાટલોડિયા, ગોતા અને ચાંદલોડિયાના 4 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 88 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (15મી મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં સતત બીજીવાર 7 હજારથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 2 હજાર 824 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે 7 હજારથી વધુ દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 7 હજાર 279 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે અને મૃત્યુઆંક 3 હજાર 195 થયો છે.

13 મેની સાંજથી 14 મેની સાંજ સુધીમાં શહેરમાં 2 હજાર 764 અને જિલ્લામાં 60 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 7 હજાર 209 અને જિલ્લામાં 70 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 15 અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 18 હજાર 914 થયો છે. જ્યારે 1 લાખ 77 હજાર 200 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 195 થયો છે.

અન્ય સમાચારો પણ છે...