તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
108 સેવામાં 24 કલાક 7 દિવસ પોતાની ફરજ બજાવતા તમામ કોરોના વોરિયર્સને પ્રાઘાન્યતા આપી કોવિડ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 108 સેવાના તમામ કર્મચારીઓને સાંકળી લેવાનું નિયત થયેલું છે. જેથી કોરોના રૂપી વૈશ્વિક મહામારી શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી દિવસ રાત ગુજરાતનાં નાગરિકોની સેવાં કરતાં 108 ઈમરજન્સી સેવાના કુલ 149 કર્મચારીઓનું આજ રોજ ફેબ્રુઆરીના રોજ જીવીકે ઈમરજન્સી મેનેજમેંટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં 108ના CEO જસવંત પ્રજાપતિ અને 108 ઇમરજન્સી સેવા ઓપરેશન હેડ સતીશ પટેલ પણ સામેલ છે.
અકસ્માત કે રોગચાળો ચોવીસે કલાક 108 સેવા અગ્રેસર રહી
ગુજરાત રાજ્યનાં લોકોને કુદરતી આફત, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ અકસ્માત, રેલ દુર્ઘટના, રોગચાળો, તેમજ શારીરિક બિમારી જેવા અસાધારણ સંજોગોમાં સંપૂર્ણ અને સલામત સંકલિત પ્રિ-હોસ્પિટલ ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડવાના દ્રષ્ટીકોણથી 24x7 પ્રિ-હોસ્પિટલ સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવા 108 સેવાઓ અમલમાં મુકેલી છે. આ યોજના હેઠળ દરરોજ સરેરાશ રાજ્યના 3200થી 3500 જેટલા દર્દીઓને કટોકટીના સમયે નજીકની હોસ્પિટલ સુધી પંહોચાડવાની નિઃશુલ્ક સેવાઓ પુરી પાડવામાં આવે છે.
કોવિડ 19ના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરી
વર્ષ 2020માં કોવિડ-19 રોગચાળો ફાટી નીકળવાના કારણે ગુજરાત અને સમગ્ર વિશ્વના નાગરિકો માટે નિર્ણાયક વર્ષ રહ્યું છે. આ રોગચાળા દરમિયાન 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસને વધુ સુસજ્જ બનાવવામાં આવી છે અને વધુ સારી સારવાર સાથે કોવિડ-19ના દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ મહામારી દરમિયાન 108 સેવાના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં ખુબ જ સારી કામગીરી કરવામાં આવેલી છે. 108 સેવા દ્વારા સમયાંતરે કોવિડ-19 સ્થિતિની સમીક્ષા કરી અને તે મુજબ કોવિડ-19ને લગતા કેસને અત્યંત સલામતી સાથે પ્રતિસાદ આપવા માટે ખાસ એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે. માર્ચ-2020 બાદ 108 ઇમરજન્સી સેવા દ્વારા 1,28,107 જેટલા કોવિડ-19 રોગના શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.