કાર્યવાહી:કાર્ગોના કન્ટેનરમાં પાર્સલની આડમાં છુપાવેલાં બિયરના 1488 ટિન પકડાયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી 35 પાર્સલમાં બિયરની 62 પેટી છુપાવી હતી

રાજસ્થાનથી કાર્ગોના કન્ટેનરમાં 100 કરતાં પણ વધારે ડિલિવરીના પાર્સલોની આડમાં 35 બોક્સમાં છુપાવીને લવાયેલા બિયરના 1488 ટિન(62 પેટી) પકડાયા છે. સોલા પોલીસે એસપી રિંગરોડ પર ઓગણજ ટોલનાકા પાસેથી આ કન્ટેનર પકડી પાડયંુ હતું. હાલમાં પોલીસે કન્ટેનરના ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઓગણજ ટોલનાકા પાસેથી પસાર થતા શ્રીનાથ કાર્ગો પ્રા.લી. કંપનીના કન્ટેનરમાં પાર્સલોની આડમાં રાજસ્થાનથી દારૂ લવાયો હોવાની બાતમી મળતા સોલા પીઆઈ જે.પી. જાડેજા અને ડિસ્ટાફ પીએસઆઈ જે.જે. રાણાએ સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે ત્યાંથી પસાર થતા કન્ટેનરની તપાસ કરતા તેમાંથી પાર્સલોની તપાસ કરતા 100 પાર્સલોની આડમાં છૂટાછવાયા મૂકેલા 35 પાર્સલમાંથી બિયરના 1488 ટિન (62 પેટી)(કિંમત રૂ.1,48,800) મળી આવ્યા હતા. પોલીસે ડ્રાઇવર મહેન્દ્રસિંગ ચૌહાણ અને ક્લીનર રણજિતસિંગ ચૌહાણ(બંને રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી બિયરના ટિન અને કન્ટેનર મળીને કુલ રૂ.13.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...