તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:અમદાવાદ જિલ્લાના 146 શિક્ષણ સહાયકો શિક્ષણ સેવામાં જોડાયા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઉ. મા. શાળા માટે 2938 શિક્ષણ સહાયકોને નિયુક્તિપત્ર
  • શિક્ષણ કર્મીઓ સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે: DDO

સમગ્ર રાજ્યમાં મંગળવારે 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી યોજાયો હતો. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે 20 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લામાં કુલ 145 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર મેળવીને અમદાવાદ જિલ્લાના શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ સેવામાં યુવા બ્રિગેડના જોડાવાથી શૈક્ષણિક માનવબળવધુ મજબૂત બન્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાના હસ્તે કલેકટર કચેરીમાં 20 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકરૂપ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન આપ્યા હતા. તેઓએ વિશેષમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગના તમામ સેવા કર્મીઓની કોરોનાના કપરાકાળથી લઇ તમામ પ્રકારના ડિઝાસ્ટર, જનજાગૃતિ કાર્યક્રમમાં ભૂમિકા મહત્ત્વની રહી છે.

કોરોના કાળમાં શિક્ષણ વિભાગના સેવા કર્મીઓ દ્વારા સર્વેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. સમાજ માટે શિક્ષકો હંમેશા પ્રેરણા સ્વરૂપ રહ્યા છે,કોરોના રસીકરણમાં પણ શિક્ષકોએ અગ્રેસર રહ ને એમની કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનો શ્રેષ્ઠ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...