માઠી દશા:ઓછું કમિશન અને અનાજની ઘટને લીધે નુકસાન થતા વાજબી ભાવની 1,455 દુકાનો બંધ, 729 દુકાનદારોએ રાજીનામાં ધર્યાં

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારો સરકારના વલણથી નાખુશ છે
  • વેપારીઓએ અનેક રજુઆતો કરી પણ પૂરતું કમિશન મળતું નથી

વ્યાજબી ભાવની દુકાન ધરાવતા દુકાનદારો હવે આ વ્યવસાયને છોડી રહ્યા છે. ઓછુ કમિશન અને ઘટ સહિતના કારણોસર નુકશાન થઇ રહ્યુ છે જેના કારણે વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સામે ચાલીને રાજીનામા ધરી રહ્યા છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગનુ કહેવુ છેકે, ગુજરાતમાં કુલ મળીને 1455 વ્યાજબી ભાવની દુકાનો બંધ થઇ છે. હાલ ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારો સરકારના વલણથી નાખુશ છે. અનેક રજૂઆત છતાંય પુરતુ કમિશન મળતુ નથી. અનાજની ઘટ સહિતના કારણોસર નુકશાન થઇ રહ્યુ છે.

આ જિલ્લાઓમાં વ્યાજબી ભાવની દુકાનો બંધ થઈ
ઓનલાઇનને લીધે કમ્પ્યુટર, દુકાનના ભાડાં, હેલ્પર સહિત અન્ય ખર્ચમાં વધારો થયો છે. પરિણામે વ્યાજબી ભાવની દુકાન ચલાવવુ પોષાય તેમ નથી. આ કારણોસર 729 દુકાનદારોએ સામે ચાલીને રાજીનામુ આપ્યુ છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગે જ ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં કુલ મળીને 1455 વ્યાજબી ભાવની દુકાનોને ખંભાતી તાળા વાગ્યા છે. અમદાવાદમાં 168, મહેસાણામાં 73, અમરેલીમાં 159, કચ્છમાં 99, ભાવનગરમાં 61, વડોદરામાં 133, મોરબીમાં 59, રાજકોટમાં 115, સુરતમાં 169, વ્યાજબી ભાવની દુકાનો બંધ થઇ છે.

દુકાનના ભાડાં, હેલ્પર સહિત અન્ય ખર્ચમાં વધારો થયો છે ( પ્રતિકાત્મક તસવીર)
દુકાનના ભાડાં, હેલ્પર સહિત અન્ય ખર્ચમાં વધારો થયો છે ( પ્રતિકાત્મક તસવીર)

દુકાનો બંધ થવા પાછળના આ છે કારણો
વ્યાજબી ભાવની દુકાનો બંધ થવા પાછળના કારણો એ છે કે, કોર્ટ કેસ, પોલીસ કેસને લીધે 99 દુકાનો બંધ કરાઇ છે. ગેરરીતી, શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં 351 દુકાનો બંધ પડી છે. 111 સંચાલકોના અવસાન થતા દુકાનોને તાળા વાગ્યા છે. વ્યાજબી ભાવની દુકાનો બંધ થતાં કાર્ડધારકોને અન્ય દુકાનોથી અનાજ,કેરોસીનનો જથ્થો મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રહલાદ મોદીએ અગાઉ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યાં હતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી એક મહિના પહેલા રાજકોટ આવ્યા હતા અને રાશન વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને રજૂઆત કરી હતી. એ દરમિયાન પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં મીડિયાને જણાવ્યું હતું કે - સસ્તા અનાજવાળા ચોર નથી! ચોર સરકાર છે, જેણે દુકાનદારોને ચોરી કરવા મજબૂર કર્યા છે. સરકાર 370 હટાવી શકે તો દેશના 5 લાખ રેશનિંગના દુકાનદારોની માગણી પૂરી ન કરી શકે? ઉલ્લેખનીય છે કે,‘ઢીંગલી’ નામથી ઓળખાતા સોફ્ટવેર દ્વારા રાજ્યવ્યાપી અનાજકૌભાંડ થયું હોવાની આશંકાએ હાલ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી

ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત છે
પ્રહેલાદ મોદીએ તે સમયે કહ્યું હતું કે,સરકાર સસ્તા અનાજના દુકાનદારને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. દુકાનદારોએ કોઇ ગેરરીતિ આચરી નથી. બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારિત છે અને ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત છે, જેથી ફરજિયાત ઓફલાઇન વેચાણ કરવું પડે છે. દુકાનદારો ઓફલાઇન વેચાણ કરે એટલે સરકાર તપાસ કરે છે. સસ્તા અનાજના દુકાનદારોને કર્મચારી તરીકે ગણીને તેને પગારદાર બનાવવા જોઇએ.