તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBની કાર્યવાહી:અમરેલીના સસ્પેન્ડેડ ASI પાસેથી 1.45 કરોડની બેનામી સંપત્તિ મળી, આવક કરતાં 91.53 ટકા વધારે સંપત્તિ મળી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો

એસીબીએ અમરેલીના એએસઆઈ પ્રકાશસિંહ રાઓલ વિરુદ્ધ 1.45 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત ધરાવવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલમાં ફરજ મોકૂફ એવા એએસઆઈ સામે એસીબીની ટીમ છેલ્લા કેટલાય સમયથી તપાસ કરી રહી હતી, જેમાં તેમની સ્થાવર અને જંગમ મિલકત તેમ જ બેંક એકાઉન્ટની વિગતો ચકાસતા તેમની પાસેથી મિલકત તેમજ રોકડ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.

અપ્રાણસર મિલકત સામે આવતા તપાસ કરી
એસીબીને એક નનામી અરજી મળી હતી, જેમાં અમરેલીમાં ફરજ બજાવતા એએસઆઈ પ્રકાશસિંહ રણજિતસિંહ રાઓલ પાસે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવાના આક્ષેપ સાથે તેમની પાસે અપ્રમાણસર મિલકત હોવાની વાત બહાર આવી હતી, જેના પગલે એસીબીએ પ્રકાશસિંહ અને તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ તેમજ અન્ય સ્થાવર-જંગમ મિલકત અંગેની તપાસ કરી હતી.

સરકારી કચેરીઓમાં પણ તેમની કાયદેસરની આવક અંગેની તપાસ કરાઈ હતી, જેમાં તેમની પાસે રૂ. 1.45 કરોડથી વધુની મિલકત મળી આવતા તેમની વિરુદ્ધ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો