સર્ટીફિકેટ એવોર્ડ સેરેમની:અમદાવાદની GTUમાં ઈન્ડિયન નોલેજ સિસ્ટમના વિવિધ કોર્સના 1445 વિદ્યાર્થીઓએ કોર્ષ પુરા કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત દેશની કલા ,સ્થાપ્ત્ય , સંસ્કૃતિ અને સભ્યતા વિશ્વના દરેક દેશથી વિશેષ રીતે અલગ તરી આવે છે. જેના કારણોસર પ્રાચીનકાળમાં પણ તક્ષશિલા , નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ જેવી શ્રેષ્ઠત્તમ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવીને ભારતીય જ્ઞાન પરંપરાથી અવગત થઈને શિક્ષણ મેળવતાં હતાં. કેન્દ્ર સરકાર દ્વારા પણ વર્ષ-2020માં લાગુ કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંપૂર્ણઁ અમલ કરવા અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી પણ દરેક આયામ પર સુસજ્જ થઈ રહી છે. ત્યારે ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રચાર પ્રસાર થાય તે હેતુસર જીટીયુના સેન્ટર ફોર ઈન્ડિયન નોલોજ સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવતાં શોર્ટ ટર્મ કોર્સિસની પ્રથમ અને દ્રિતિય બેચના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં સર્ટીફિકેટ એવોર્ડ સેરેમની યોજવામાં આવી હતી.

NCHRCSના ચેરમેન પ્રો. નિરજ અત્રીએ જણાવ્યું હતું કે , શિખર પર પહોંચેલી દરેક સભ્યતાને કેળવવી જરૂરી હોય છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિને બચાવવા માટે એક યોદ્ધા તરીકે કાર્યરત રહવું પડશે. જે આપણી મૂળભૂત ફરજ છે. જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પરંપરા સદીઓથી વૈશ્વિક સ્તરે ઉચ્ચત્તમ છે. સંશોધન , અનુસંધાન , વિજ્ઞાન અને ટેક્નોલોજી , મેડિકલ સાયન્સ જેવા દરેક આયામ પર ભારતનું ઉચ્ચપ્રદાન છે. ત્યારે આજની યુવા પેઢી પણ તેનાથી અવગત થાય તે ખૂબ જ જરૂરી છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીટીયુ ધરોહર સેન્ટરના સંચાલિકા ડૉ. શ્રૃતિ આણેરાવ , ભિષ્મ સ્કૂલ ઑફ ઈન્ડિક સ્ટડીઝના ફાઉન્ડર પ્રો ક્ષિતિજ પાટુકલે ઉપસ્થિત રહ્યા હતાં.

દેશના તમામ રાજ્યોના 1445 વિદ્યાર્થીઓએ જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટડી ઑફ વેદ , પુરાણ , ઉપનિષદ , કૌટીલ્યનું અર્થશાસ્ત્ર , પૌરાણીક સ્થાપત્યો , પ્રાચીન વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા વિવિધ વિષયો પર શોર્ટટર્મ કોર્સિસ કરવા માટે એડમિશન મેળવીને સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરેલ છે. મેડિકલ , એન્જિનિયરીંગ , સાહિત્ય , વકીલાત અને બિઝનેસ જેવા દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોએ ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ કોર્સ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો. ઉંમરની મર્યાદા ના હોવાને કારણોર સૌથી મોટી ઉંમરના વિદ્યાર્થી તરીકે મહારાષ્ટ્ર થાણેના વિદ્યાર્થીની શ્રી વાસંતી કર્ણીકે 82 વર્ષની ઉંમરે સ્ટડી ઑફ વેદાસ પર સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કર્યો હતો.

આટલા વિદ્યાર્થીઓએ કોર્સ કર્યો

કોર્સવિદ્યાર્થીઓની સંખ્યા
સ્ટડી ઑફ વેદાસ416
સ્ટડી ઑફ પુરાણ121
સ્ટડી ઑફ ઉપનિષદ204
કૌટીલ્યનું અર્થશાસ્ત્ર173
પ્રાચીન ભારતીય સ્થાપત્ય137
પ્રાચીન ભારતીય કળા26
પ્રાચીન વિજ્ઞાન અને ટેક્નોલોજી187
પ્રાચીન સંસ્કૃતિ અને વારસો28
પ્રાચીન સામ્રાજ્ય25
પ્રાચીન સાહિત્ય24
ભરતનાટ્યમ31
વૈદિક ગણિત15
હિન્દુ કલ્ચર સ્ટડીઝ47
ઈન્ડિયન હેરીટેજ એન્ડ કલ્ચરલ ટૂરીઝમ11

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...