રવિવારે એર ઇન્ડિયાની અમદાવાદથી પૂણે જતી ફલાઈટ ક્રૂની અછતના કારણે મોડી પડી હતી. એર ઇન્ડિયાની અમદાવાદથી અન્ય સેક્ટરની મુંબઇ અને દિલ્હીની ફ્લાઈટો પણ મોડી પડતા પેસેન્જરો ભારે હાલાકીમાં મુકાયા હતા.
એર ઇન્ડિયાની અમદાવાદથી પૂણે જતી ફલાઇટ સવારે 10.40 કલાકે ટેકઓફ થવાની હતી. ફલાઇટમાં સવાર 140 પેસેન્જરો એરપોર્ટ પર પહોંચી જઇ લગેજ ચેકઇન તેમજ સિક્યોરિટી બોર્ડિંગ કરાવી લીધું હતું. પરંતુ આ ફલાઇટ દિલ્હીથી મોડી પડતા પેસેન્જરોએ ટર્મિલનમાં જ બેસી રહેવું પડ્યું હતુ.
આ દરમિયાનમાં જાણવા મળ્યું હતુ કે ક્રૂની અછત હોવાથી ફલાઇટ મોડી પડી છે. કેમ કે રોસ્ટર મુજબ ક્રૂની ડ્યુટી ફિક્સ હોય છે. આમ ફલાઇટ અમદાવાદથી પૂણે માટે બે કલાકના વિલંબ બાદ 12.44 કલાકે રવાના થઇ હતી. આમ ક્રૂની અછતથી એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી 2.40 ની ફલાઇટ 4.30 કલાકે રવાના થઇ હતી. મુંબઇની રાતે 8.40ની ફલાઇટ 1 કલાક મોડી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.