તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રહલાદનગર સફલ પરમ સોસાયટીની 14 મહિલાઓ કિચન વેસ્ટનો ઉપયોગ કરીને ડિકમ્પોઝ્ડ ખાતર બનાવે છે. આ મહિલાઓએ પોતાના ઘરના કિચન વેસ્ટનો ઉપયોગ ઘરના બાલ્કની ગાર્ડન અને કિચન ગાર્ડનમાં ખાતર તરીકે કરીને 100 જેટલા ઓર્ગેનિક શાકભાજી પણ ઉગાડ્યાં છે. ઘરના કિચનમાંથી નીકળતા કિચન વેસ્ટ જેમકે ચાના કૂચાં, શાકભાજીનો વધેલો કચરો, તેમજ સડેલાં ફ્રુટ, વાસી ખોરાક જેવા કચરાનો ઉપયોગ કરીને તેમાંથી ડિકમ્પોઝ્ડ ખાતર બનાવ્યું છે. હાલમાં ઘરમાં જગ્યા નાની હોવાથી સોસાયટી કમ્પાઉન્ડમાં બે યુનિટ બનાવીને તેમાં 50 ઘરના કચરામાંથી ખાતર તૈયાર કરવાનો પ્રયોગ ચાલુ કર્યો છે.
સોસાયટીમાં બે ખાડામાં કિચન વેસ્ટ ભેગો થાય છે
આ વિશે વાત કરતાં સંજીતા નેગીએ કહ્યું હતું કે- અમારી સોસાયટીમાં અમે 14 મહિલાઓએ નક્કી કર્યું કે સોસાયટીમાં થતાં આ કિચન વેસ્ટનો ઘરમાંજ ઉપયોગ કરાય તો તેનાથી કચરો પણ ઘટશે અને ઓર્ગેનિક શાકભાજી પણ ઘરઆંગણે ઉગાડી શકાશે. તે માટે પ્રાયોગિક ધોરણે આ ચાલુ કર્યું છે. -સંજીતા નેગી- ગૃહિણી
ઘરના બાળકો, વડીલો પણ સહકાર આપે છે
અમે સોસાયટી કંપાઉન્ડમાં જ બે કમ્પોઝ્ડ ખાતર યુનિટ બનાવ્યાં છે. કેપિસિટી મુજબ એક ખાડો 15થી 20 દિવસમાં ભરાય છે. તેને 7 દિવસ ઢાંકી રાખ્યાં બાદ 10 દિવસમાં ખાતર તૈયાર થઇ જાય છે.
ઘરના વડીલો અને બાળકો પણ સહકાર આપે છે. - જાગૃતિ પટેલ, સોસાયટી મેમ્બર
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.