સસ્પેન્ડ:1 વર્ષથી ગેરહાજર રહેનારા 14 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકરબા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ પર હતા
  • પગારનું બિલ બનાવનાર PI પણ સસ્પેન્ડ

અમદાવાદ ગ્રામ્યના મકરબા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા 14 પોલીસ કર્મચારીઓને જિલ્લા ડીએસપીએ સસ્પેન્ડ કર્યા છે. આ 14 પોલીસ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી નોકરી ઉપર આવતા ન હતા, તેમ છતાં તેમની હાજરી પૂરાતી હતી અને તેમને આખા વર્ષનો પગાર પણ મળી ગયો હતો. આ પોલીસ કર્મચારીઓ સાથે સાઠ ગાંઠ કરી તેમની હાજરી પૂરી પગાર કરનાર રિઝર્વ પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મકરબા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ નોકરી ઉપર આવતા ન હોવાની ફરિયાદો જિલ્લા ડીએસપી અમિત વસાવાને મળી હતી .જેના આધારે તેમણે થોડા સમય અગાઉ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં 14 પોલીસ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી ગેરહાજર જણાઈ આવ્યા હતા. તમામ પોલીસ કર્મી જુદા જુદા જિલ્લાના રહેવાસી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ પોલીસ કર્મચારીઓ અને રિઝર્વ પીઆઈએ ભેગા મળીને સરકારની તિજોરીને પણ આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. જેથી આ તમામ સામે ગુનો પણ નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...