ચૂંટણીનું આયોજન:કર્ણાવતી ક્લબના 10 ડિરેક્ટરની ચૂંટણી માટે 14 ફોર્મ ભરાયાં, 16મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20થી 22 સપ્ટેમ્બરે સભ્યો ઈ-વોટિંગ કરી શકશે

કર્ણાવતી ક્લબમાં દર વર્ષે રોટેશન મુજબ 10 ડિરેકટર રિટાયર્ડ થાય છે અને એ જ રીતે આ વખતે પણ 10 ડિરેકટર માટે ચૂંટણી જાહેર થઈ છે. વર્તમાન સત્તાધારી મેનેજમેન્ટની વાત કરીએ તો હાલ એન. જી. પટેલ ક્લબના પ્રમુખ છે અને હોદ્દેદારો ભાજપ સમર્થિત પેનલ છે. આવા સંજાેગોમાં ક્લબના હોદ્દેદારો માટે ક્લબમાં ઈલેકશનના બદલે સિલેકશનથી કામ પતાવાઈ રહ્યું છે.

કર્ણાવતી ક્લબના 10 ડિરેકટરો માટે ચૂંટણી જાહેરાત થયા બાદ તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં 4 નવા ડાયરેકટરને લેવાશે. નવા 4 ડિરેકટરમાં પૂર્વ કો-ઓપ્ટ ડાયરેક્ટર આશિષ અમીન, અનિલ પટેલ, પૂર્વ ડાયરેક્ટર વિરાજ મહેતા અને પૂર્વ કો-ઓપ્ટ ડાયરેક્ટર મનસ્વી થાપરનો સમાવેશ થાય છે. આ ચાર નવા આવેલા ચહેરા એડવાઈઝરી કમિટી ચેરમેન ગિરીશ દાણી જૂથના હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ક્લબ મેનેજમેન્ટે આ વખતે કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ઈ-વોટિંગથી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. 16 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. 20 થી 22 દરમિયાન સભ્યો ઈ-વોટિંગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...