કોરોનાની અસર:પેસેન્જર ઘટતાં અમદાવાદ આવતી જતી 14 ફ્લાઇટ રદ, કોરોનાના કેસ વધતાં શિડ્યુલ ખોરવાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી સહિત અન્ય શહેરોમાં કોરોનાના કેસ વધવાની સાથે ફ્લાઈટના મુસાફરોની સંખ્યા પણ ઘટી રહી છે. જેના પગલે સૌથી ‌વધુ કોરોનાના કેસ નોંધાયા હોય તેવા શહેરોની ફ્લાઈટો કેન્સલ થઈ રહી છે. મંગળવારે અમદાવાદથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટો સૌથી વધુ કેન્સલ થઈ હતી.

આ ઉપરાંત એર ઈન્ડિયાની લંડનથી અમદાવાદ આવતી ફ્લાઈટ પણ ટેકનિકલ કારણસર 3.22 કલાક મોડી અમદાવાદ પહોંચી હતી. જેના પગલે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ પણ 2 કલાક જેટલી મોડી પડતાં પેસેન્જરોને પાંચેક કલાક ટર્મિનલમાં જ બેસી રહેવાનો વારો આવ્યો હતો. આ સાથે ઈન્ડિગોની મુંબઈ, દિલ્હી અને ગો ફર્સ્ટની મુંબઈ, ચંડીગઢ, દિલ્હી, જયપુરની ફ્લાઈટો કેન્સલ થઈ હતી.

મોડી પડેલી ફ્લાઈટો
એર ઈન્ડિયા

લંડન-અમદાવાદ3.22 કલાક
અમદાવાદ-લંડન2.00 કલાક

ગોફર્સ્ટ
અમદાવાદ-ચંડીગઢ1.10 કલાક
અમદાવાદ-બેંગલુરુ55 મિનિટ

અન્ય સમાચારો પણ છે...