તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DG સ્ક્વોડની બીજી મોટી કાર્યવાહી:મનપસંદ જિમખાના બાદ વાડજના સૌથી મોટા વરલી મટકાના જુગારધામ પર દરોડો, 14ની ધરપકડ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાડજમાં બાબુ મારવાડીના વરલી મટકાના જુગારધામ પર ડીજી વિજિલન્સે વરલી મટકાના આંકડા લખતા 14ને ઝડપી લીધા હતા. જોકે બાબુ મારવાડી પકડાયો નથી. આટલા માણસો ભૂતકાળમાં વરલી મટકા કિંગ ઘનશ્યામ ઢોલિયા કે ઈન્દ્રવદન ઘાંચીને ત્યાંથી પણ પકડાયા નથી. મનપસંદ જિમખાનામાંથી પકડાયેલા તીનપત્તીના જુગારધામ બાદ બાબુ મારવાડીનું વરલી મટકાનું સૌથી મોટું જુગારધામ ચાલતું હોવાનું પોલીસનું કહેવું છે.

ડીજી વિજિલન્સે બાતમીને આધારે જૂના વાડજના મોચીવાસમાં બાબુભાઈ ઉર્ફે બાબુ મારવાડી, ધૂળા સોલંકી વરલી મટકાના જુગારધામ પર એસઆરપીની કંપની તેમ જ પોલીસની જુદી જુદી ટીમો સાથે દરોડો પાડતા ત્યાંથી 14 લોકો પકડાયા હતા, જેમાં રામા સોલંકી, રતિલાલ સોલંકી, રાજુ સોલંકી, સુનીલ સોલંકી, સુરેશ સોલંકી, શૈલેષ સોલંકી, પ્રહલાદ મારવાડી, પ્રેમજી રાઠોડ, કમલેશ ચાવડા, વિરલ પટેલ, નરસિંહ પટેલ, અર્જુન મારવાડી, સુરેશ રાવલ, જિતેન્દ્ર વોરાનો સમાવેશ થાય છે. આ સાથે કુલ રૂ.77,625 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

આંકડો લખવા રૂ.400ના પગારે માણસો રાખ્યા
બાબુ મારવાડીના 14 માણસોની પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે, બાબુ મારવાડી તેમને રોજના રૂ.400 પગાર આપતો હતો. બાબુ મારવાડીએ કેશિયર તરીકે શૈલેષ સોલંકીને નોકરી રાખ્યો હતો, જેથી ગ્રાહકો આંકડો લખાવીને શૈલેષ સોલંકીને પૈસા આપતા હતા.

3 માસથી જુગારધામ ચાલતું હોવાની કબૂલાત
વરલી મટકાના આંકડા લખતા પકડાયેલા બાબુ મારવાડીના માણસોએ કબૂલ્યું હતું કે, તેઓ 3 માસથી અહીં નોકરી કરતા હતા, પરંતુ આટલા સમયમાં વાડજ પોલીસ, પીસીબી, ક્રાઈમ બ્રાંચે અહીં દરોડો પાડ્યો નથી.

વાડજ PI સહિતના કર્મીઓ સામે તપાસ સોંપાઈ
વાડજ પીઆઈ વી. આર. ચાવડા તથા તેમના પોલીસકર્મીઓ આ જુગાર બંધ કરવામાં નિષ્ફળ ગયા હોવાની નોંધ લઈ તેમની સામે કમિશનરે ઈન્કવાયરી સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...