તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ ઘટ્યું:અમદાવાદમાં સતત બીજા દિવસે એક પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો નહીં, 7ને દૂર કરાતા હવે 91 અમલી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 14 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 98 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે બહેરામપુરા દાણીલીમડા, પાલડી અને વેજલપુરના 7 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 91 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (7 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં પહેલીવાર 7 હજારથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 2 હજાર 942 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં સતત પાંચમા દિવસે 6 હજારથી વધુ દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 7 હજાર 110 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે અને મૃત્યુઆંક 3 હજાર 179 થયો છે.

12 મેની સાંજથી 13 મેની સાંજ સુધીમાં શહેરમાં 2 હજાર 878 અને જિલ્લામાં 64 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 7 હજાર 45 અને જિલ્લામાં 65 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 16 અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 16 હજાર 90 થયો છે. જ્યારે 1 લાખ 69 હજાર 921 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 179 થયો છે.

અન્ય સમાચારો પણ છે...