શહેરમાં છેલ્લાં 20 દિવસથી ડબલ સિઝનને લીધે વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં નોંંધપાત્ર વધારો થયો છે. ફેબ્રુઆરીના છેલ્લા ત્રણ દિવસમાં સોલા સિવિલની ઓપીડી 1300થી વધીને 1900એ પહોંચી છે, જયારે છેલ્લાં 3 વર્ષમાં એકજ અઠવાડિયામાં વાઈરલ ઈન્ફેક્શનના સૌથી વધુ 1391 કેસ નોંધાયા છે.
હોસ્પિટલના ડો. પ્રદીપ પટેલ જણાવે છે કે, છેલ્લા દોઢ મહિનાથી દર અઠવાડિયે નોંધાતા વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યાં છે, તેમાંય ખાસ કરીને 20 દિવસથી વાઈરલ ઈન્ફેક્શનના કેસ 1100 સુધી પહોંચ્યાં હતા. પરંતુ, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1391એ પહોંચ્યાં છે. જે છેલ્લાં 3 વર્ષમાં અઠવાડિયે નોંધાતા સૌથી વધુ કેસ છે. વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધતાની સાથે હોસ્પિટલની ઓપીડી 1100થી વધીને 1300 સુધી પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.